News of Friday, 28th August 2026
રક્ષાબંધન ઊજવીને લંડન ઊપડી ગયાં વિરાટ-અનુષ્કા

નવી દિલ્હી : વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા વહેલી સવારે દિલ્હી એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. બે દિવસ પહેલાં જ દિલ્હી આવેલું આ પાવર કપલ માત્ર રક્ષાબંધન માટે લંડનથી આવ્યું હોય એવા અહેવાલ છે. રક્ષાબંધનના એક દિવસ પહેલાં વિરાટ કોહલીના હાથના કાંડા પર એક રાખડી જોવા મળી હતી. વિરાટની એક મોટી બહેન છે જેનું નામ ભાવના કોહલી છે.
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
