News of Monday, 31st August 2026
ACC મહિલા એશિયા કપમાં ભારતીય મહિલા ટીમની શાનદાર શરૂઆત : થાઈલેન્ડને 94 રનથી હરાવ્યું
થાઇલેન્ડને જીત માટે 160 રનનો આપ્યો હતો ટાર્ગેટ :થાઇલેન્ડને 65 રનમાં ઓલઆઉટ કર્યું: મેન ઓફ ધ મેચ શેફાલી વર્માએ 36 બોલમાં 64 રન ફટકાર્યા

એસીસી મહિલા એશિયા કપ 2026 ની પોતાની પ્રથમ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે થાઈલેન્ડ સામે 94 રને શાનદાર વિજય મેળવીને ટૂર્નામેન્ટની વિજયી શરૂઆત કરી છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં થાઈલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી, પરંતુ થાઈલેન્ડની ચુસ્ત બોલિંગા આગળ મધ્યમ ક્રમની બેટિંગ લથડી હતી. ભારતે નિર્ધારિત ઓવરોમાં 9 વિકેટ ગુમાવીને159 રન બનાવ્યા હતા. ઓપનર શેફાલી વર્માએ શાનદાર બેટિંગ કરતા માત્ર 36 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 64 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેના માટે તેને 'મેન ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવી હતી. શેફાલી બાદ ટીમની બેટિંગ લથડી હતી, પરંતુ સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં ટીમ સફળ રહી હતી. થાઈલેન્ડ તરફથી સુલિપોર્ન લાઓમીએ સૌથી વધુ ૩ વિકેટ ઝડપી હતી.
160 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી થાઈલેન્ડની ટીમ ભારતીય બોલિંગ આક્રમણ આગળ ટકી શકી નહોતી. થાઈલેન્ડની પૂરી ટીમ 16.1ઓવરમાં માત્ર 65 રનમાં જ સમેટાઈ ગઈ હતી, જેના લીધે ભારતે 94 રને વિશાળ વિજય મેળવ્યો હતો.
(10:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
