<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

ફીટ ઇન્‍ડિયા : ગૌતમ ગંભીરની દીકરી આજિન ગંભીર બની ‘ફિટ ઈન્‍ડિયા એમ્‍બેસેડર'

કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ સન્‍માન કર્યું

 

 

નવી દિલ્‍હી : ‘સંડેઝ ઓન સાયકલ'ના ૮૮મા સંસ્‍કરણ કાર્યક્રમમાં કેન્‍દ્રીય રમતગમત મંત્રી મનસુખભાઇ માંડવિયાએ આજિન ગંભીરનું સન્‍માન કર્યું હતું. આ દરમિયાન તેના પિતા અને ટીમ ઈન્‍ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર પણ હાજર રહ્યા હતા. આજિનને મળેલું આ સન્‍માન ફિટનેસ અને સ્‍વસ્‍થ જીવનશૈલીને પ્રોત્‍સાહન આપવાના અભિયાન સાથે જોડાયેલું છે.

ગૌતમ ગંભીરની ૧૨ વર્ષની મોટી દીકરી આજિન ગંભીરને ‘ફિટ ઈન્‍ડિયા એમ્‍બેસેડર' તરીકે સન્‍માનિત કરવામાં આવી છે. હવે તે ફિટ ઈન્‍ડિયાની પહેલ સાથે જોડાઈને યુવાનોમાં ફિટનેસ અને સ્‍વસ્‍થ જીવનશૈલીનો સંદેશ આગળ વધારવામાં યોગદાન આપશે. આ જવાબદારી આજિન માટે ખાસ માનવામાં આવી રહી છે.

આજિનને સન્‍માન મળ્‍યું ત્‍યારે તેના પિતા ગૌતમ ગંભીર પણ કાર્યક્રમમાં હાજર હતા. દીકરીને આ રીતે સન્‍માનિત થતી જોઈને તેમના માટે પણ આ ખાસ અને ભાવુક ક્ષણ હતી. ગૌતમ ગંભીર પોતે ભારતીય ક્રિકેટના જાણીતા ખેલાડી રહી ચૂકયા છે. તેમના ક્રિકેટ કરિયરમાં ફિટનેસ અને શિસ્‍તનું પણ મહત્‍વનું સ્‍થાન રહ્યું છે.

(11:09 AM IST)