તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
સવારે ૮ વાગ્યે: ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટન ટેસ્ટમાં ઋષભ પંતનો ઐતિહાસિક સદીનો ધમાકો, લંચ સુધીમાં ભારતના ૬૨૯ રન: દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા એમ ચારેય દેશોમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય વિકેટકીપર બન્યા: પંતે ૧૫૩ બોલમાં ૧૨૮ રન સાથે નવમી સદી ફટકારી, જેમાં ૧૦ ચોગ્ગા અને છ છગ્ગાનો સમાવેશ: ભારત પ્રથમ દાવ ૭૨૦/૯ ડિક્લેર: ન્યૂઝીલેન્ડ — બીજો દાવ ૪/૧ ન્યૂઝીલેન્ડ હજુ ૩૪૮ રન પાછળ છે. ભારત તરફથી ઋષભ પંતે ૧૨૮ અને કે. એલ. રાહુલે ૧૩૬ રન બનાવ્યા છે

વેલિંગ્ટન : ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે ઐતિહાસિક સદી ફટકારી છે. પંતે ૧૫૩ બોલમાં ૧૨૮ રન બનાવ્યા, જેમાં ૧૦ ચોગ્ગા અને છ છગ્ગાનો સમાવેશ થાય છે.
તેમણે માત્ર ૧૩૫ બોલમાં પોતાની નવમી ટેસ્ટ સદી પૂરી કરી હતી. આ સાથે દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા એમ ચારેય દેશોમાં ટેસ્ટ સદી નોંધાવનાર પ્રથમ ભારતીય વિકેટકીપર બન્યા છે.
ચોથા દિવસના લંચ સુધી ભારતે છ વિકેટે ૬૨૯ રન બનાવી ન્યૂઝીલેન્ડ સામે ૨૬૧ રનની સરસાઈ મેળવી હતી. કે.એલ. રાહુલે ૧૩૬ અને શુભમન ગિલે ૯૮ રન બનાવ્યા હતા. વિદેશી ધરતી ઉપર ભારતીય ટીમની આ નોંધપાત્ર બેટિંગ સિદ્ધિ છે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
