તા. ૨૪ ઓકટોબર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ – ૩ શુક્રવાર
News of Tuesday, 23rd June 2026
શ્રેયસ ઐયરની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમનો નવો યુગ: આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસનો પ્રારંભ
૨૬ જૂનથી આયર્લેન્ડ સામે ટકરાશે ભારત : શ્રેયસની કેપ્ટન તરીકે નવી સફર અને યુવા ખેલાડીઓ પર રહેશે નજર

નવી દિલ્હી: શ્રેયસ ઐયરના નેતૃત્વમાં ભારતીય ટીમ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની T20I શ્રેણી માટે ચેન્નાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી રવાના થઈ. T-20 વર્લ્ડ કપ પછી ભારતીય ટીમની આ પહેલી T20I શ્રેણી છે. ટીમ ઈન્ડિયા T20I શ્રેણીમાં આયર્લેન્ડ અને પછી ઇંગ્લેન્ડ સામે રમશે. શ્રેયસ ઐયર આયર્લેન્ડ શ્રેણીથી પોતાની કેપ્ટનશીપ કારકિર્દીની શરૂઆત કરશે. ભારતીય ટીમ બેલફાસ્ટમાં આયર્લેન્ડ સામે બે T20I મેચ રમશે. પહેલી મેચ 26 જૂને અને બીજી 28 જૂને રમાશે. આ પછી, ટીમ ઈન્ડિયા ઇંગ્લેન્ડ સામે પાંચ T20I અને ત્રણ ODI મેચની શ્રેણી રમશે.ઇંગ્લેન્ડ સામે પાંચ T20I મેચ 1 જુલાઈ, 4 જુલાઈ, 7 જુલાઈ, 9 જુલાઈ અને 11 જુલાઈએ રમાશે.શ્રેયસ ઐયરના T20I શ્રેણીમાં કેપ્ટનશીપ ડેબ્યૂની સાથે, સૌથી મોટું આકર્ષણ વૈભવ સૂર્યવંશી છે. વૈભવ જ્યારે આયર્લેન્ડ સામે ડેબ્યૂ કરશે ત્યારે તે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ માટે રમનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બનશે. હાલમાં આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિન તેંડુલકરે 1989માં 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે પાકિસ્તાન સામે ભારત માટે ડેબ્યૂ કર્યું હતું.વૈભવ સૂર્યવંશીને 15 વર્ષ અને 71 દિવસની ઉંમરે આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ T20 શ્રેણી અને એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય સિનિયર ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો. તેની પસંદગી સાથે, વૈભવે સચિન તેંડુલકરનો સૌથી નાની ઉંમરનો ખેલાડી બનવાનો 36 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો.
(5:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
