તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
એશિયન ગેમ્સમાં ફરી જામશે ભારત-પાકિસ્તાન વચ્ચે રોમાંચક જંગ: સેમિફાઇનલ કે ફાઇનલમાં મહામુકાબલાના એંધાણ
જાપાનમાં યોજાનારા મહાકુંભમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમોને ક્વાર્ટર ફાઇનલમાં સીધો પ્રવેશ: ૨૪ સપ્ટેમ્બરથી શરૂ થશે ક્રિકેટનો મહાસંગ્રામ

નવી દિલ્હી : રમતગમતની દુનિયામાં જ્યારે પણ ભારત અને પાકિસ્તાન સામસામે આવે છે ત્યારે રોમાંચ તેની ચરમસીમાએ પહોંચી જતો હોય છે. હવે જાપાનમાં આયોજિત થનારી આગામી એશિયન ગેમ્સમાં ચાહકોને ફરી એકવાર આ હાઈ-વોલ્ટેજ મુકાબલો જોવા મળી શકે છે. એશિયન ગેમ્સની પુરુષ અને મહિલા બંને ક્રિકેટ સ્પર્ધાઓમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત અને આર્ચ-રાઈવલ પાકિસ્તાનની ટીમોને ક્વાર્ટર ફાઇનલમાં સીધો જ પ્રવેશ (Direct Entry) આપવામાં આવ્યો છે.
ભારતીય ટીમોનું શિડ્યુલ અને સંભવિત મુકાબલા
સ્પર્ધાના સુનિશ્ચિત કાર્યક્રમ અનુસાર ભારતીય ટીમો પોતાના અભિયાનની શરૂઆત ક્વાર્ટર ફાઇનલથી કરશે:
· મહિલા ક્રિકેટ ટીમ: ભારતીય મહિલા ટીમ જાપાન સામેની મેચથી પોતાના ગોલ્ડ મેડલ ડિફેન્સની શરૂઆત કરશે. ક્વાર્ટર ફાઇનલ જીત્યા બાદ સેમિફાઇનલમાં ભારતનો સામનો બાંગ્લાદેશ અથવા ચીન સામે થવાની પ્રબળ શક્યતા છે.
· પુરુષ ક્રિકેટ ટીમ: ભારતીય પુરુષ ટીમનો પ્રથમ ક્વાર્ટર ફાઇનલ મુકાબલો પ્રારંભિક ક્વોલિફાઇંગ રાઉન્ડની વિજેતા ટીમ સામે થશે. જો બંને ટીમો પોતપોતાની મેચો જીતવામાં સફળ રહેશે, તો સેમિફાઇનલમાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર જોવા મળી શકે છે.
૨૪ સપ્ટેમ્બરથી ક્રિકેટનો રોમાંચક પ્રારંભ
એશિયન ગેમ્સમાં પુરુષોની ક્રિકેટ સ્પર્ધાનો પ્રારંભ ૨૪ સપ્ટેમ્બરથી થવા જઈ રહ્યો છે, જ્યારે ટ્રોફી અને ગોલ્ડ મેડલ માટેની અંતિમ ફાઇનલ મેચ ૧ ઓક્ટોબરે રમાશે. ૨૦૨૩ ની એશિયન ગેમ્સમાં ભારતે પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો, ત્યારે આ વખતે પણ ભારતીય ચાહકોને કૌશલ્ય અને વિજયની સરસાઈની પૂર્ણ આશા છે.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
