તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે જામશે જબરદસ્ત જંગ
ગુજરાત ટાઇટન્સનો હોમ ગ્રાઉન્ડનો મજબૂત રેકોર્ડ છે, બીજી તરફ SRHની વિસ્ફોટક બેટિંગ કોઈ પણ મેચનું ચિત્ર બદલી શકે:અમદાવાદમાં ચાહકોને એક હાઈ-વોલ્ટેજ મુકાબલો જોવા મળી શકે

IPL 2026 હવે તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયું છે અને આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળશે. મેચ પહેલા બંને ટીમોના ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફે પ્રેસ કોન્ફરન્સમાં ઘણા મહત્વના મુદ્દાઓ પર વાત કરી. ચાલો જાણીએ મુખ્ય હાઇલાઇટ્સ.
ગુજરાત ટાઇટન્સ તરફથી આસિસ્ટન્ટ કોચ વિજય દહિયાએ જણાવાયું કે ટીમનો આત્મવિશ્વાસ ઘણો ઊંચો છે.. મેચ દરમિયાન કેટલીક ઓવરો ખરાબ જાય, પરંતુ ટીમ પાસે ફરી મેચમાં વાપસી કરવાની ક્ષમતા છે. ટીમનું વાતાવરણ સકારાત્મક હોવાનું પણ ખાસ જણાવાયું. ગુજરાત ટાઇટન્સે આ સિઝનમાં કેટલીક મુશ્કેલ મેચો જીતી છે અને પોઈન્ટ ટેબલમાં તેમની મજબૂત સ્થિતિ એ વાતનો પુરાવો છે.
GT કેમ્પે વોશિંગ્ટન સુંદરના પ્રદર્શનને લઈને કહ્યું કે તે આંતરરાષ્ટ્રીય સ્તરનો ખેલાડી છે અને પોતાની ભૂમિકા સારી રીતે સમજે છે. આજકાલ ખેલાડીઓ સતત ક્રિકેટ રમતા હોવાથી “ઓફ-સીઝન” જેવી કોઈ બાબત રહી નથી.
પ્રસિદ્ધ કૃષ્ણાની પ્લેઇંગ ઇલેવનમાં વાપસી થશે કે નહીં તે અંગે ટીમે હજુ અંતિમ નિર્ણય લીધો નથી. ટીમ મેનેજમેન્ટે કહ્યું કે પિચ અને વિરોધી ટીમને ધ્યાનમાં રાખીને અંતિમ નિર્ણય લેવામાં આવશે.
SRH તરફથી ડેનિયલ વિટોરીએ કહ્યું કે IPL માં ટીમોને તેમના હોમ ગ્રાઉન્ડ પર હરાવી એ પડકાર જનક છે.. તેમના હોમ ગ્રાઉન્ડ પર હરાવવું સહેલું નથી. વર્ષોથી GTએ અમદાવાદની પિચ અને પરિસ્થિતિઓને સારી રીતે સમજીને અહીં પોતાનો મજબૂત રેકોર્ડ બનાવ્યો છે.
સનરાઈઝર્સ હૈદરાબાદે સ્પષ્ટ કર્યું કે ટીમ પોતાની આક્રમક બેટિંગ શૈલીમાં કોઈ ફેરફાર નહીં કરે. ખાસ કરીને ટોપ ઓર્ડર બેટ્સમેનો શરૂઆતથી જ દબાણ બનાવવાની કોશિશ કરશે.
હેનરિક ક્લાસેન ધીમું રમી રહ્યો છે છે તે વિશે પૂછવામાં આવતા જણાવાયું કે તે પરિસ્થિતિ અનુસાર રમે છે અને તેની બેટિંગમાં કોઈ ખાસ બદલાવ લાવવામાં આવ્યો નથી. ટીમ મેનેજમેન્ટે તેના અત્યાર સુધીના પ્રદર્શનને અસાધારણ ગણાવ્યું.
એક તરફ ગુજરાત ટાઇટન્સનો હોમ ગ્રાઉન્ડનો મજબૂત રેકોર્ડ છે, તો બીજી તરફ SRHની વિસ્ફોટક બેટિંગ કોઈ પણ મેચનું ચિત્ર બદલી શકે છે. આવી સ્થિતિમાં અમદાવાદમાં ચાહકોને એક હાઈ-વોલ્ટેજ મુકાબલો જોવા મળી શકે છે.
(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
