તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Friday, 18th September 2026
અભિષેકના તોફાને અફઘાનિસ્તાનને ઉડાવ્યું, ભારતનો ૩-૦થી ‘વિજય વાવટો'
ટીમ ઈન્ડિયાની ૧૨૭ રનની ધમાકેદાર જીતઃ અભિષેક શર્માના બેટથી રેકોર્ડનો વરસાદ, અફઘાનિસ્તાન સામે શ્રેણીમાં ભારતનું સંપૂર્ણ વર્ચસ્વ

ભારતે અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની ટી-૨૦ શ્રેણીમાં જોરદાર પ્રદર્શન કરતા ૩-૦થી ક્લીન સ્વીપ કરી લીધો છે. ત્રીજી અને અંતિમ ટી-૨૦માં ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને ૧૨૭ રનથી હરાવીને શ્રેણી પર સંપૂર્ણ કબજો જમાવ્યો હતો.
ભારતીય બેટિંગમાં અભિષેક શર્માએ તોફાની બેટિંગ કરીને મેદાન પર રેકોર્ડની વણઝાર સર્જી હતી. તેની આક્રમક ઈનિંગના કારણે ભારતે મોટો સ્કોર ખડક્યો હતો અને ત્યારબાદ ભારતીય બોલરોએ અફદ્યાનિસ્તાનની ટીમને લક્ષ્ય સુધી પહોંચવા દીધી નહોતી.
ત્રીજી ટી-૨૦માં ભારતની બોલિંગ પણ અસરકારક રહી હતી. શરૂઆતથી જ અફદ્યાનિસ્તાનના બેટરો પર દબાણ જાળવી રાખતા ભારતીય બોલરોએ વિકેટો ઝડપી હતી. પરિણામે અફદ્યાન ટીમ ભારતીય પડકાર સામે ટકી શકી નહોતી અને ભારતે ૧૨૭ રનની વિશાળ જીત સાથે શ્રેણીનો અંત કર્યો હતો.
આ શ્રેણીમાં ભારતે ત્રણેય મેચમાં અફઘાનિસ્તાન પર દબદબો જાળવી રાખ્યો હતો. ખાસ કરીને અભિષેક શર્માના બેટિંગ પ્રદર્શનને કારણે ત્રીજી મેચ યાદગાર બની રહી હતી. તેની ઈનિંગ દરમિયાન અનેક મોટા રેકોર્ડ નોંધાયા હતા, જેના કારણે ભારતીય ક્રિકેટમાં ફરી એકવાર યુવા બેટરની ચર્ચા તેજ બની છે
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
