તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 10th May 2026
IPL માં વિસ્ફટોક ઇનિંગ બાદ ઉર્વિલે ખિસ્સામાંથી એક નાનકડી ચિઠ્ઠી: ખુલી ગયું સેલિબ્રેશનનું રહસ્ય
". 27 વર્ષીય ઉર્વિલનો આ ભાવુક અંદાજ જોઈને સોશિયલ મીડિયા પર ફેન્સ ખૂબ જ પ્રતિક્રિયા આપી રહ્યા છે,

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના 19 વર્ષના ઇતિહાસમાં એક નવો અધ્યાય લખાયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના વિસ્ફોટક બેટ્સમેન ઉર્વિલ પટેલે લખનઉ સુપર જાયન્ટ્સ સામે રમાયેલી મેચમાં મેદાનની ચારેબાજુ રનનો વરસાદ કરી ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું છે. ઉર્વિલે માત્ર 13 બોલમાં અડધી સદી ફટકારીને યશસ્વી જાયસ્વાલના સૌથી ઝડપી ફિફ્ટીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
ઉર્વિલની આ આક્રમક ઇનિંગ જેટલી ચર્ચામાં છે, તેટલી જ તેની ઉજવણીની રીત પણ લોકોના દિલ જીતી રહી છે. અડધી સદી પૂરી કર્યા બાદ ઉર્વિલે પોતાના ખિસ્સામાંથી એક નાનકડી ચિઠ્ઠી (પર્ચી) કાઢીને સ્ટેડિયમમાં હાજર દર્શકો અને કેમેરા સામે પ્રદર્શિત કરી હતી. આ ચિઠ્ઠીમાં અંગ્રેજીમાં લખ્યું હતું - "This Is For You Papa.. સિદ્ધિ જોગણી ચેહર ગોગા સિકોતેર માંના આશીર્વાદ થી". 27 વર્ષીય ઉર્વિલનો આ ભાવુક અંદાજ જોઈને સોશિયલ મીડિયા પર ફેન્સ ખૂબ જ પ્રતિક્રિયા આપી રહ્યા છે, અને આ ક્ષણ તેના પિતા માટે ગર્વ અને આંખમાં હર્ષના આંસુ લાવનારી સાબિત થઈ છે.
લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા આપવામાં આવેલા ૨૦૪ રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમ તરફથી ઉર્વિલ ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. તેણે આવતાની સાથે જ આવેશ ખાન પર આક્રમણ કર્યું અને સતત ૩ બોલમાં ૩ સિક્સર ફટકારી.
ઉર્વિલની બેટિંગ કેટલી ખતરનાક હતી તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે પોતાની પ્રથમ 8 બોલમાં જ 41 રન ઝૂડી કાઢ્યા હતા, જેમાં 6 છગ્ગાનો સમાવેશ થાય છે. એક સમયે એવું લાગતું હતું કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં યુવરાજ સિંહના 12 બોલના રેકોર્ડને તોડી દેશે, પરંતુ અંતે 13માં બોલે ફિફ્ટી પૂરી કરીને તે સંયુક્ત રીતે IPLનો નંબર-1 બેટ્સમેન બની ગયો છે.
(11:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
