<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

પંજાબ સામે કારમી હાર બાદ કેપ્ટન હાર્દિક લાલઘૂમ બુમરાહ-સૂર્યા-તિલક સામે''તવાઈ''આવશે?

હાર્દિકનો પારો સાતમા આસમાને 'મોટા માથાઓ' એ જવાબદારી લેવી પડશે તેમ કહી ટીમના દિગ્ગજોને આડકતરો ઈશારો કરી દીધો

મુંબઈઃ આઈપીએલની વર્તમાન સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની હાલત કફોડી બની રહી છે. પંજાબ કિંગ્સ સામે મળેલી કારમી હાર બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. મેચ પૂરી થયા બાદ પ્રેઝન્ટેશન સેરેમનીમાં હાર્દિકનો પારો સાતમા આસમાને જોવા મળ્યો હતો. તેણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી છે કે હવે ગમે તેટલા મોટા ખેલાડી હોય, જવાબદારી તો લેવી જ પડશે. આ નિવેદન બાદ ક્રિકેટ જગતમાં ચર્ચા જાગી છે કે શું આગામી મેચોમાં જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ કે તિલક વર્મા જેવા સ્ટાર ખેલાડીઓનું પત્ત્।ું કપાઈ શકે છે?

હાર બાદ હતાશ દેખાતા હાર્દિકે જણાવ્યું હતું કે, ''જયારે તમે મેદાન પર હોવ ત્યારે યોજનાનું અમલીકરણ સૌથી મહત્વનું હોય છે. જો વરિષ્ઠ ખેલાડીઓ અપેક્ષા મુજબનું પ્રદર્શન ન કરી શકે, તો ટીમ મુશ્કેલીમાં મુકાય છે. અમારે હવે કઠોર નિર્ણયો લેવા પડશે.'' હાર્દિકના આ તેવર પરથી લાગી રહ્યું છે કે તે ટીમના સિનિયર ખેલાડીઓના વલણથી ખુશ નથી. ખાસ કરીને બેટિંગમાં સૂર્યા અને તિલકની નિષ્ફળતા તેમજ ડેથ ઓવર્સમાં બોલરો દ્વારા રન લુટાવવાની દ્યટનાએ કેપ્ટનને વિચારતા કરી દીધા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સના મેનેજમેન્ટ અને હાર્દિક વચ્ચે ડ્રેસિંગ રૃમમાં પણ લાંબી ચર્ચા થઈ હતી. હાર્દિકે  શબ્દ પર ભાર મૂકીને એ સંકેત આપ્યો છે કે ફોર્મ વગરના ખેલાડીઓને પડતા મૂકીને યુવા પ્રતિભાઓને તક આપવામાં આવી શકે છે. જોકે, બુમરાહ જેવા વર્લ્ડ કલાસ બોલરને પડતો મૂકવો એ જોખમી સાબિત થઈ શકે છે, પરંતુ હાર્દિકના આકરા વલણે ખેલાડીઓમાં ફફડાટ ફેલાવી દીધો છે

(3:34 PM IST)