News of Friday, 17th July 2026
96 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર FIFA વર્લ્ડ કપ જીતનારી ટીમને ટ્રોફી-મેડલ સિવાય ખાસ ચેમ્પિયનશિપ રિંગ અપાશે
ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચમાં રવિવારની રાત્રે આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ખિતાબી જંગ જામશે :આર્જેન્ટિનાની ટીમ સતત બીજી અને કુલ ચોથી વખત (1978, 1986, 2022) ચેમ્પિયન બનવા મેદાને ઉતરશે

ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચમાં રવિવારની રાત્રે આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ખિતાબી જંગ જામશે. લિઓનેલ મેસ્સીની કેપ્ટનશીપ હેઠળની આર્જેન્ટિનાની ટીમ સતત બીજી અને કુલ ચોથી વખત (1978, 1986, 2022) ચેમ્પિયન બનવા મેદાને ઉતરશે, તો બીજી તરફ સ્પેનની નજર 16 વર્ષના દુષ્કાળનો અંત લાવીને ફરી કપ જીતવા પર રહેશે. આ મહામુકાબલા વચ્ચે ફિફાએ એક ઐતિહાસિક જાહેરાત કરીને ચાહકો અને ખેલાડીઓનો ઉત્સાહ બમણો કરી દીધો છે.
ફિફા વર્લ્ડ કપના 96 વર્ષના ભવ્ય ઇતિહાસમાં પહેલીવાર વિજેતા ટીમને ટ્રોફીની સાથે-સાથે ખાસ 'ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયનશિપ રિંગ્સ' એનાયત કરવામાં આવશે. આ વીંટી માત્ર એક દાગીનો નહીં, પણ વર્લ્ડ કપ વિજયનું એક નવું ગૌરવશાળી પ્રતીક બનશે. આ ઐતિહાસિક ક્ષણ સ્પેન અને આર્જેન્ટિના વચ્ચે રમાનારી ફાઇનલ મેચ બાદ જોવા મળશે. આ મેગા ફાઇનલ ન્યૂયોર્ક ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમ (ઇસ્ટ રધરફોર્ડ) ખાતે રમાશે.
આ ચેમ્પિયનશિપ રિંગની ડિઝાઇન પણ અત્યંત આકર્ષક છે. રિંગની એક તરફ પ્રખ્યાત ફિફા વર્લ્ડ કપ ટ્રોફી બનેલી હશે, જ્યારે બીજી તરફ વિજેતા દેશની આગવી ઓળખ દર્શાવતી ખાસ ડિઝાઇન કંડારવામાં આવશે. ફિફાએ આ માટે 2,026 રિંગ્સનું એક લિમિટેડ-એડિશન કલેક્શન બહાર પાડ્યું છે. જેમાંથી 30 રિંગ્સ વર્લ્ડ કપ જીતનારી ટીમના ખેલાડીઓ-સ્ટાફ માટે અનામત રાખવામાં આવી છે, જ્યારે બાકીની 1,996 રિંગ્સ દુનિયાભરના ફૂટબોલ ફેન્સ માટે ઉપલબ્ધ કરાશે
ફાઇનલ મેચ પૂરી થયા બાદ મેદાન પર જ ઉજવણી દરમિયાન વિજેતા ટીમના કેપ્ટન અને હેડ કોચને કામચલાઉ (ટેમ્પરરી) ચેમ્પિયનશિપ રિંગ આપવામાં આવશે. ત્યારબાદ તમામ 30 વિજેતા સભ્યોની આંગળીના માપ અને તેમની પસંદગી અનુસાર ખાસ કસ્ટમાઇઝ્ડ રિંગ તૈયાર કરીને સત્તાવાર રીતે સોંપવામાં આવશે, જેથી આ રિંગ તેમના માટે જીવનભરની યાદગાર નિશાની બની રહે.
ફિફા વર્લ્ડ કપના અત્યાર સુધીના વિજેતા અને રનર્સ-અપની યાદી
વર્ષવિજેતા દેશ રનર-અપ દેશ1930ઉરુગ્વેઆર્જેન્ટિના1934ઇટાલીચેકોસ્લોવાકિયા1938ઇટાલીહંગેરી1950ઉરુગ્વેબ્રાઝિલ1954વેસ્ટ જર્મનીહંગેરી1958બ્રાઝિલસ્વીડન1962બ્રાઝિલચેકોસ્લોવાકિયા1966ઇંગ્લેન્ડવેસ્ટ જર્મની1970બ્રાઝિલઇટાલી1974વેસ્ટ જર્મનીનેધરલેન્ડ્સ1978આર્જેન્ટિનાનેધરલેન્ડ્સ1982ઇટાલીવેસ્ટ જર્મની1986આર્જેન્ટિનાવેસ્ટ જર્મની1990વેસ્ટ જર્મનીઆર્જેન્ટિના1994બ્રાઝિલઇટાલી1998ફ્રાન્સબ્રાઝિલ2002બ્રાઝિલજર્મની2006ઇટાલીફ્રાન્સ2010સ્પેનનેધરલેન્ડ્સ2014જર્મનીઆર્જેન્ટિના2018ફ્રાન્સક્રોએશિયા2022આર્જેન્ટિનાફ્રાન્સ
(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
