News of Tuesday, 12th May 2026
અશ્વિનની BCCIને અપીલ : ‘ભુવનેશ્વરને ટીમ ઇન્ડિયામાં પાછો લાવો', સોશિયલ મીડિયા પર #BringBackBhuvi ટ્રેન્ડ શરૂ
આઇપીએલના લેજન્ડરી ફાસ્ટ બોલરના સમર્થનમાં આવ્યા અશ્વિન; કહ્યું- ‘૩૪ની ઉંમરે પણ ભુવી જેવી બોલિંગ ક્ષમતા કોઈની નથી'

નવી દિલ્હી : ભારતીય ટીમના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારના સમર્થનમાં એક મોટું નિવેદન આપ્યું છે. અશ્વિને સોશિયલ મીડિયા અને પોતાના પ્લેટફોર્મ પરથી ભુવીને ફરી એકવાર બ્લુ જર્સીમાં જોવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે. અશ્વિને તો ત્યાં સુધી કહ્યું કે, ‘મને ભુવનેશ્વર કુમારને ફરીથી ભારત માટે રમતો જોવો ગમશે.' અશ્વિને ભુવીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ૩૪ વર્ષની ઉંમરે પણ મેદાન પર જે રીતે ભુવનેશ્વર કુમાર બોલિંગ કરી રહ્યો છે તે અદભૂત છે. મુશ્કેલ ગણાતી ડેથ ઓવર્સમાં પણ ભુવી અત્યંત સચોટ લાઇન અને લેન્થથી બોલિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે ટીમ પર દબાણ હોય ત્યારે ભુવીની અનુભવી શિસ્ત કામ લાગે છે. તાજેતરની મેચોમાં મુંબઈ સામેની રમતનો ઉલ્લેખ કરતા અશ્વિને કહ્યું કે, છેલ્લી ઓવરોમાં સિક્સર ખાધા પછી પણ જે રીતે તેણે વાપસી કરી અને વિકેટો ઝડપી, તે તેની માનસિક મજબૂતી દર્શાવે છે.
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
