<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

એશિયન ગેમ્‍સઃ૧૩ મેડલ સાથે મેડલ ટેબલમાં આગળ વધ્‍યું ભારત

રોશિબિના દેવીનું સિલ્‍વર, રોઇંગમાં સતનામ-સલમાનની બ્રોન્‍ઝની જોડીઃ આજે એથ્‍લેટિક્‍સ સહિત અનેક રમતોમાં મેડલની આશા

નાગોયા :  જાપાનના આઇચી-નાગોયામાં ચાલી રહેલી એશિયન ગેમ્‍સ-૨૦૨૬માં ભારતીય ખેલાડીઓનો મેડલ અભિયાન સતત આગળ વધી રહ્યું છે. અત્‍યાર સુધી ભારતે કુલ ૧૩ મેડલ પોતાના નામે કર્યા છે, જેમાં ૧ ગોલ્‍ડ, ૫ સિલ્‍વર અને ૭ બ્રોન્‍ઝનો સમાવેશ થાય છે.

ભારત માટે સૌથી તાજા મેડલમાં વુશુની રોશિબિના દેવીનું સિલ્‍વર નોંધાયું છે. મહિલા સાંડા ૬૦ કિલોગ્રામની ફાઇનલમાં ચીનની ઝાંગ શિયાઓયુ સામે ૦-૨થી હાર થતાં રોશિબિનાને સિલ્‍વરથી સંતોષ માનવો પડ્‍યો. આ એશિયન ગેમ્‍સમાં તેમનો સતત બીજો સિલ્‍વર મેડલ છે.

રોઇંગમાં પણ ભારતને સફળતા મળી છે. સતનામ સિહ અને સલમાન ખાનની જોડીએ પુરુષોની ડબલ સ્‍કલ્‍સમાં બ્રોન્‍ઝ મેડલ જીત્‍યો હતો. ભારતીય જોડીએ ૬:૧૩.૨૫નો સમય નોંધાવ્‍યો હતો.ઙ્કભારતનો એકમાત્ર ગોલ્‍ડ અત્‍યાર સુધી મહિલા ક્રિકેટ ટીમે અપાવ્‍યો છે. ભારતીય ટીમે શ્રીલંકાને ૧૪૭ રનથી હરાવીને સતત બીજી વખત એશિયન ગેમ્‍સમાં મહિલા ક્રિકેટનું ગોલ્‍ડ જીત્‍યું છે.

આજે એથ્‍લેટિક્‍સમાં ૨૪ સપ્‍ટેમ્‍બરે ભારતીય ખેલાડીઓ માટે એથ્‍લેટિક્‍સ, રોઇંગ, શૂટિગ, કેનોઇ સ્‍પ્રિન્‍ટ, સ્‍વિમિગ સહિતની રમતોમાં મહત્‍વપૂર્ણ મુકાબલા છે. પુરુષોની ૧૦૦ મીટરની સ્‍પર્ધામાં અનિમેષ કુજુર અને ગુરિન્‍દરવીર સિહ પણ મેદાનમાં ઉતરશે.

એશિયન ગેમ્‍સમાં પુરુષ ક્રિકેટની સ્‍પર્ધામાં ભારતનો ક્‍વાર્ટર ફાઇનલ મુકાબલો ૨૮ સપ્‍ટેમ્‍બરે ગ્રુપ ‘એ'માં બીજા ક્રમે રહેનારી ટીમ સામે થશે. ગ્રુપ ‘એ'માં અફઘાનિસ્‍તાન, જાપાન અને નેપાળ છે.

(12:23 PM IST)