તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
ભુવનેશ્વર કુમારે 10 વર્ષ બાદ સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી: અનોખા સંયોગની ચર્ચા તેજ
આ એક છગ્ગાએ મેચનું પાસું પલટી નાખ્યું અને મુંબઈના હાથમાંથી જીત છીનવી લીધી

આઈપીએલ 2026 માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના પ્રદર્શન અને નસીબના સિતારા હાલ બુલંદી પર હોય તેવું જણાય છે. ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામેની રોમાંચક મેચમાં ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે 10 વર્ષના લાંબા અંતરાલ બાદ સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. આ જીતની સાથે જ ક્રિકેટ જગતમાં એવા સંયોગોની ચર્ચા તેજ બની છે, જે સૂચવે છે કે RCB આ વર્ષે સતત બીજી વખત આઈપીએલ ટ્રોફી પોતાના નામે કરી શકે છે.
મેચના નિર્ણાયક વળાંક પર, 10 મેના રોજ મુંબઈ ઇન્ડિયન્સ સામેની અંતિમ ઓવરના ચોથા બોલ પર ભુવનેશ્વર કુમારે શાનદાર સિક્સર ફટકારી હતી. આ એક છગ્ગાએ મેચનું પાસું પલટી નાખ્યું અને મુંબઈના હાથમાંથી જીત છીનવી લીધી હતી.
નોંધનીય છે કે, ભુવનેશ્વરે છેલ્લે 2016 માં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ સામે સિક્સર ફટકારી હતી. બરાબર 10 વર્ષ બાદ ફરી એકવાર તેના બેટથી સિક્સર નીકળતા સોશિયલ મીડિયા પર ચાહકો તેને 2016 ની સિઝન સાથે જોડી રહ્યા છે.
બીજો અને સૌથી મહત્વનો સંયોગ પર્પલ કેપ સાથે જોડાયેલો છે. હાલમાં ભુવનેશ્વર કુમાર 11 ઇનિંગ્સમાં 21 વિકેટ ઝડપીને IPL 2026 માં પર્પલ કેપની રેસમાં સૌથી આગળ છે. 2016 માં જ્યારે ભુવનેશ્વર કુમાર સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) તરફથી રમતા હતા, ત્યારે તેમણે પર્પલ કેપ જીતી હતી અને તે જ વર્ષે તેમની ટીમ ચેમ્પિયન બની હતી.
હાલમાં ભુવી RCB તરફથી રમી રહ્યો છે. જો આ સિઝનના અંત સુધી પર્પલ કેપ ભુવી પાસે જ રહેશે, તો પ્રબળ શક્યતા છે કે 2016 ના ઇતિહાસનું પુનરાવર્તન થશે અને RCB પોતાનો સતત બીજો ખિતાબ જીતીને નવો કીર્તિમાન સ્થાપિત કરશે.
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
