<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

કોમનવેલ્થ ગેમ્સના પ્રારંભ અગાઉ ભારતને મોટો ઝટકો:સ્ટાર જૂડો ખેલાડી અરુણ કુમાર ડોપ ટેસ્ટમાં પોઝિટિવ:ટીમની બહાર કરાયો

હવે તે ગ્લાસગોમાં ચાલી રહેલ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ નહીં લઈ શકે. અરુણે પુરુષ 73 કિ.ગ્રા. વજનવર્ગ કેટેગરીમાં ભાગ લેવાનો હતો.

કોમનવેલ્થ ગેમ્સ 2026ની પ્રારંભ અગાઉ જ ભારતને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર જૂડો ખેલાડી અરુણ કુમાર ડોપ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો. આ કારણે જ તેને ભારતીય ટીમની બહાર કરી દેવાયો છે અને હવે તે ગ્લાસગોમાં ચાલી રહેલ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ નહીં લઈ શકે. અરુણે પુરુષ 73 કિ.ગ્રા. વજનવર્ગ કેટેગરીમાં ભાગ લેવાનો હતો.

આ સમાચારની પૃષ્ટિ જૂડો ફેડરેશન ઓફ ઈન્ડિયાનાં અધ્યક્ષ મુકેશ કુમારે કરી છે. જોકે, અત્યારસુધી કયા પ્રતિબંધિત ડ્રગ્સનું સેવન અરુણે કર્યું હતું, તેની વિગતો સામે આવી નથી. અરુણ કુમાર ભારતીય જૂડોમાં સૌથી ઉભરતા ખેલાડીઓમાંથી એક છે. પુરુષ 73 કિલોગ્રામ વજનવર્ગમાં તેણે જૂનિયર સ્તરથી લઈ સિનિયર સ્પર્ધાઓમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે ઈન્સપાયર ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સમાં ટ્રેનિંગ કરે છે. જ્યાં તેને હાઈ પર્ફોર્મન્સ માહોલ મળ્યો અને તેના કારણે તે ભારતનાં ટોચનાં ખેલાડીઓમાં સામેલ થયો.

અરુણ કુમારે પ્રથમવાર 2023માં આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા મેળવી હતી. જ્યારે તેણે મકાઉ જૂનિયર એશિયન કપમાં પુરુષ 73 કિલોગ્રામ વજનવર્ગ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જે પછી 2025માં તેણે તાઈપે એશિયન ઓપનમાં ગોલ્ડ મેડલ જીતી પોતાના કરિયરની સૌથી મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. આ વર્ષે તેણે હોંગકોંગ એશિયન ઓપનમા બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જેના કારણે એશિયન સર્કિટમાં તેને મજબૂત ઓળખ મળી હતી

(9:19 PM IST)