તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Monday, 26th October 2026
ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી T20I પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: ઈશાન કિશન ઈજાના કારણે મેચમાંથી બહાર : કુમાર કુશાગ્ર ટીમ સાથે રહેશે
બીજી T20I માં નિરાશ કર્યા પછી પણ ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશીને ત્રીજી T20I માં પ્લેઈંગ ઈલેવનમાં તક મળવાની પૂરી સંભાવના

નવી દિલ્હી: ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી T20I પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ઈજાને કારણે બીજી T20I ગુમાવ્યા બાદ, ઈશાન કિશન પણ ત્રીજી T20I ગુમાવશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઈશાન કિશનને ત્રીજી T20Iમાંથી બાકાત રાખવાની જાહેરાત કરી. BCCI એ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું, "ઈશાન કિશન તેના જમણા જાંઘમાં થયેલી નાની ઈજા (લો-ગ્રેડ એડક્ટર સ્ટ્રેન) થી સારી રીતે સ્વસ્થ થઈ રહ્યો છે. તેને ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીની પહેલી T20I દરમિયાન આ ઈજા થઈ હતી. તે હજુ રમવા માટે સંપૂર્ણપણે ફિટ નથી, તેથી તે 27 ઓક્ટોબર, 2026 ના રોજ વેલિંગ્ટનમાં ત્રીજી T20Iમાંથી બહાર રહેશે. BCCI મેડિકલ ટીમ ઈશાનના સ્વસ્થતા પર નજર રાખી રહી છે. કુમાર કુશાગ્ર ત્રીજી T20I માટે પણ ટીમ સાથે રહેશે." નોંધનીય છે કે બીજી T20Iમાં ઈશાન કિશનની જગ્યાએ વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. વૈભવને ત્રીજા નંબરે બેટિંગ માટે મોકલવામાં આવ્યો હતો, પરંતુ તેનું પ્રદર્શન ખાસ પ્રભાવશાળી નહોતું. તે 8 બોલનો સામનો કર્યા પછી માત્ર 4 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જોકે, ઈશાનની ગેરહાજરીમાં, 15 વર્ષીય વૈભવને ત્રીજી T20I માં પ્લેઈંગ ઈલેવનમાં પણ તક મળી શકે છે. બીજી T20I માં ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું. ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડના 181 રનના લક્ષ્યાંકને 6 વિકેટ અને એક બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો. ભારત માટે તિલક વર્માએ શાનદાર બેટિંગ કરતા માત્ર 26 બોલમાં 51 રન બનાવીને ટીમની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી. આ દરમિયાન, નમન ધીરે 17 બોલમાં 31 રન અને નીતિશ કુમાર રેડ્ડીએ 13 બોલમાં અણનમ 26 રન બનાવીને ટીમને જીત અપાવી. ટીમ ઈન્ડિયા પાંચ મેચની T20I શ્રેણી 2-0 થી આગળ છે.
(5:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
