તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 12th November 2026
ફૂટબોલ જગત માટે મોટા સમાચાર: લગભગ એક દાયકા બાદ મેદાન પર પરત ફરશે બ્રાઝિલના દિગ્ગજ રોનાલ્ડિન્હો
46 વર્ષીય ખેલાડી 15 નવેમ્બરે ઇટાલીના રેવેના એફસી માટે રમશે સેરી સી ડર્બી : ખેલાડી અને શેરહોલ્ડર તરીકે જોડાયા

નવી દિલ્હી: બ્રાઝિલના ભૂતપૂર્વ ફૂટબોલ દિગ્ગજ રોનાલ્ડિન્હો વ્યાવસાયિક ફૂટબોલથી લગભગ એક દાયકા દૂર રહ્યા બાદ મેદાનમાં પાછા ફરવા માટે તૈયાર છે. 46 વર્ષીય આ ખેલાડી ઇટાલીના ત્રીજા સ્તરના રેવેના એફસી માટે રમશે. રોનાલ્ડિન્હો 15 નવેમ્બરે ફોર્લી સામે સેરી સી ડર્બીમાં રેવેના એફસી માટે રમશે. ક્લબે ઓક્ટોબરમાં રોનાલ્ડિન્હોની વાપસીની તારીખની પુષ્ટિ કરી છે. રોનાલ્ડિન્હો ખેલાડી અને શેરહોલ્ડર બંને તરીકે રેવેના એફસીમાં જોડાઈ રહ્યા છે. બ્રાઝિલના આ દિગ્ગજ ખેલાડીએ જૂનમાં ઇટાલિયન ક્લબ માટે કરાર કર્યો હતો અને બાદમાં ટીમમાં હિસ્સો મેળવ્યો હતો. 2015માં બ્રાઝિલિયન ક્લબ ફ્લુમિનેન્સ માટે છેલ્લે વ્યાવસાયિક ફૂટબોલ રમનાર રોનાલ્ડિન્હો 2018માં સત્તાવાર રીતે નિવૃત્ત થયા હતા. નિવૃત્તિમાંથી તેમનું વાપસી રોનાલ્ડિન્હો માટે એક મોટી સિદ્ધિ બની શકે છે. વ્યાવસાયિક ફૂટબોલમાં તેમના 299 ગોલ છે. વધુ એક ગોલ તેમને 300 સુધી લઈ જશે. ક્લબ રેવેનાએ જાહેરાત કરી છે કે રોનાલ્ડિન્હોનું વ્યાવસાયિક ફૂટબોલમાં વાપસી વિશ્વભરના ફૂટબોલ ચાહકોનું ધ્યાન સ્ટેડિયમ તરફ ખેંચશે, તેમજ ક્લબની લોકપ્રિયતામાં વધારો કરશે.રોનાલ્ડીન્હો પણ મેદાનમાં ઉતરવા માટે ઉત્સાહિત છે. તેમણે કહ્યું કે તેઓ ફરીથી બોલ સાથે રમવા અને ક્લબ સાથે નવી વાર્તા લખવા માટે રાહ જોઈ શકતા નથી. "ફૂટબોલ હંમેશા મારા માટે આનંદનો સ્ત્રોત રહ્યો છે, અને હું રેવેનામાં પણ તે જ લાગણી લાવવાની આશા રાખું છું."૧૯૯૯ થી ૨૦૧૩ સુધી બ્રાઝિલિયન ફૂટબોલ ટીમ માટે રમનારા રોનાલ્ડીન્હોએ ૯૭ મેચમાં ૩૩ ગોલ કર્યા હતા. તેઓ ૨૦૦૨માં ફિફા વર્લ્ડ કપ જીતનારી બ્રાઝિલિયન ટીમનો ભાગ હતા.
(5:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
