<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

ટેસ્‍ટ શ્રેણી પહેલાં ટીમ ઈન્‍ડિયાને મોટી રાહતઃ ઋષભ પંતે ફિટનેસ ટેસ્‍ટ પાસ કરી

ન્‍યૂઝીલેન્‍ડ પ્રવાસ માટે રવાના થવાનો માર્ગ મોકળો

નવી દિલ્‍હીઃ ન્‍યૂઝીલેન્‍ડ સામેની મહત્‍વપૂર્ણ ટેસ્‍ટ શ્રેણી પહેલાં ભારતીય ક્રિકેટ ટીમ માટે રાહતના મોટા સમાચાર સામે આવ્‍યા છે. ટીમ ઈન્‍ડિયાના સ્‍ટાર વિકેટકીપર અને આક્રમક બેટ્‍સમેન ઋષભ પંતે મેદાન પર ધમાકેદાર વાપસી માટેની તૈયારી પૂર્ણ કરી લીધી છે. બેંગલુરુ સ્‍થિત સેન્‍ટર ઓફ એક્‍સેલન્‍સ ખાતે યોજાયેલી કડક ફિટનેસ પરીક્ષા અને મેચ સિમ્‍યુલેશન ટેસ્‍ટમાં પંત સફળ રહ્યા છે. આ સાથે જ ન્‍યૂઝીલેન્‍ડ -વાસ માટે ભારતીય ટીમ સાથે જોડાવાનો તેમનો માર્ગ મોકળો બન્‍યો છે.

ઋષભ પંતની વાપસી ભારતીય ટીમ માટે અત્‍યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે તેઓ વિકેટકીપિંગની સાથે મધ્‍યમક્રમમાં આક્રમક બેટિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. મુશ્‍કેલ પરિસ્‍થિતિમાં પણ મેચનું પાસું પલટી નાખવાની તેમની ક્ષમતા ટીમને મજબૂતી આપે છે. પંતની હાજરીથી ભારતીય ટીમના બેટિંગ ક્રમમાં વધુ ઊંડાણ આવશે અને વિકેટકીપિંગનો વિકલ્‍પ પણ મજબૂત બનશે. ન્‍યૂઝીલેન્‍ડ સામેની મહત્‍વપૂર્ણ ટેસ્‍ટ શ્રેણી પહેલાં પંતે ફિટનેસ ટેસ્‍ટ પાસ કરતાં ભારતીય ક્રિકેટ ચાહકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે.

 

 

(10:23 AM IST)