News of Sunday, 15th November 2026
બ્રિટિશરોએ પર્થની હારનો તાબડતોબ બદલો લીધો: ઑસ્ટ્રેલિયાને બીજી વન-ડેમાં 135 રનથી હરાવીને શ્રેણી 1-1ની બરાબરીમાં લાવી
આઠ બ્રિટિશ બોલર્સના આક્રમણ વચ્ચે રાઇટ-આર્મ પેસ બોલર ગસ ઍટક્નિસને સૌથી વધુ ચાર વિકેટ લીધી

ઍડિલેઇડઃ હૅરી બ્રૂકના સુકાનમાં ઇંગ્લૅન્ડે રવિવારે યજમાન ઑસ્ટ્રેલિયા (Australia)ને સિરીઝની બીજી વન-ડેમાં 135 રનથી હરાવીને શ્રેણી 1-1ની બરાબરીમાં લાવી દીધી હતી. બ્રિટિશરોએ પર્થની હારનો તાબડતોબ બદલો લઈ લીધો છે.
ઇંગ્લૅન્ડ (England)ના 355 રન ઑસ્ટ્રેલિયાની ધરતી પર વન-ડેમાં બ્રિટિશરોનું ટોટલ તો છે જ, ઑસ્ટ્રેલિયાની ધરતી પર કાંગારુઓ સામે કોઈ હરીફ ટીમ વન-ડેમાં 350 કે એનાથી વધુ રન બનાવી શક્યા હોય એવું પહેલી જ વખત બન્યું છે.
ઇંગ્લૅન્ડે ઓપનર ટૉમ બૅન્ટન (125 રન, 99 બૉલ, ચાર છગ્ગા, બાર ચોગ્ગા) અને વિકેટકીપર જૉર્ડન કૉક્સ (67 રન), જૉ રૂટ (62 રન) તથા વિલ જૅક્સ (અણનમ 54 રન)ની હાફ સેન્ચુરીની મદદથી 50 ઓવરમાં છ વિકેટે 355 રન બનાવ્યા હતા.
મિચલ માર્શના સુકાનમાં ઑસ્ટ્રેલિયાની ટીમ કૅમેરન ગ્રીન (64 રન) અને મૅટ રેન્શૉ (63 રન)ની હાફ સેન્ચુરીની મદદથી કુલ માત્ર 220 રન બનાવી શકી હતી. આઠ બ્રિટિશ બોલર્સના આક્રમણ વચ્ચે રાઇટ-આર્મ પેસ બોલર ગસ ઍટક્નિસને સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. સૅમ કરૅન અને લિઆમ ડૉસને બે-બે વિકેટ મેળવી હતી.
(11:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
