<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

આયર્લેન્‍ડ સામેની હારથી કેપ્‍ટન શ્રેયસ ઐયર નિરાશઃ બોલિંગને વખાણી, પણ બેટિંગને ગણાવી હારનું મુખ્‍ય કારણ

બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું, પણ અમે બેટિંગમાં પાછા પડ્‍યા

નવી દિલ્‍હીઃ આયર્લેન્‍ડ સામે રમાયેલી મેચમાં મળેલી હાર બાદ કેપ્‍ટન શ્રેયસ ઐયરે ભારે નિરાશા વ્‍યક્‍ત કરી છે અને ટીમની હાર પાછળનું અસલી કારણ શું હતું તેનો ખુલાસો કર્યો છે. મેચ પૂર્ણ થયા બાદ પ્રતિક્રિયા આપતા ઐયરે જણાવ્‍યું હતું કે, ‘મને લાગે છે કે બોલરોએ આજે તેમના પ્રદર્શનની દ્રષ્ટિએ શાનદાર રમત બતાવી અને વિરોધી ટીમને રોકવામાં મોટો ભાગ ભજવ્‍યો. પરંતુ અમે અમારી બેટિંગમાં થોડા ઓછા પડ્‍યા.'

કેપ્‍ટનના જણાવ્‍યા અનુસાર, બોલિંગ વિભાગે આયોજનબદ્ધ રીતે પોતાનું કામ ઉત્‍કળષ્ટ રીતે કર્યું હતું, પરંતુ બેટ્‍સમેનો પિચ પર ટકીને મોટો સ્‍કોર ઊભો કરવામાં કે લક્ષ્યનો પીછો કરવામાં નિષ્‍ફળ રહ્યા. બેટિંગ લાઇન-અપની આ નબળાઈ જ મેચમાં હારનો મુખ્‍ય ‘ખલનાયક' સાબિત થઈ, જેના કારણે ટીમને પરાજયનો સામનો કરવો પડ્‍યો છે. કેપ્‍ટને આગામી મેચોમાં બેટિંગ સુધારવા પર ભાર મૂકયો છે

(3:52 PM IST)