તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Monday, 27th April 2026
કેરેબિયન સ્પિનર અકીલ હોસૈનને ચહેરા પર ઘાયલ
છેલ્લા બે દિવસમાં મેદાન પર બે દિગ્ગજ ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતા ક્રિકેટ

નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાનમાં હાલ ઈજાઓનું પ્રમાણ વધ્યું હોય તેમ લાગે છે. તાજેતરમાં ચેન્નઈમાં રમાયેલી મેચ દરમિયાન કેરેબિયન ટીમના સ્પિનર અકીલ હોસૈનને ફિલ્ડિંગ દરમિયાન ચહેરા પર ગંભીર ઈજા પહોંચી હતી. ખેલાડીને ઈજા થતા મેદાન પર તાત્કાલિક તબીબી સહાય પહોંચાડવી પડી હતી.
નોંધનીય છે કે, મેદાન પર ખેલાડીઓના ઈજાગ્રસ્ત થવાની ઘટનાઓ સતત ચિંતાનો વિષય બની રહી છે. અકીલ હોસૈન પૂર્વે, શનિવારે દિલ્હીના ફાસ્ટ બોલર લુન્ગી એન્ગિડીને પણ પંજાબના બેટ્સમેનનો કેચ પકડવા જતા માથાના પાછળના ભાગમાં ઈજા પહોંચી હતી. આમ, છેલ્લા બે દિવસમાં બે મહત્વના ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતા ક્રિકેટ ચાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
