<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

ચાઇના ઓપનમાં ‘રમત' થઇ ગઇ : શેડયુલીંગ મુદે પી.વી.સિંધુનો સણસણતો આક્ષેપ

ચીનની ખેલાડીને ૨૪ કલાકથી વધુ આરામ અને મને ૧૬ કલાક? : × પર કટાક્ષ કરી ભારતીય સ્‍ટારે આયોજકોની નીતિ સામે વિરોધ નોંધાવ્‍યો

નવી દિલ્‍હીઃ ચીનની ચેન યુફેઈ સામે રાઉન્‍ડ ઑફ ૧૬માં હાર્યા બાદ ભારતીય શટલર પી.વી. સિંધુએ ચાઇના ઓપન ૨૦૨૬ના શેડ્‍યુલિંગની ટીકા કરી હતી. પી.વી. સિંધુએ સોશ્‍યલ મીડિયા પ્‍લેટફોર્મ X પર કટાક્ષ ભરેલા અંદાજમાં ભેદભાવનો આરોપ લગાવ્‍યો હતો.

પી.વી. સિંધુએ લખ્‍યું કે ‘મારી બે મૅચો વચ્‍ચે લગભગ ૧૬ કલાકનો સમય હતો, જ્‍યારે ચીનની ખેલાડી ચીનની ચેન યુફેઈને ૨૪ કલાકથી વધુનો સમય મળ્‍યો. તેને મારી સામે રમવા પહેલાં આખો એક દિવસ રિકવરી માટે મળ્‍યો. એ જોઈને આનંદ થયો કે માત્ર કેટલાક લાયક લોકોની રિકવરી પ્રક્રિયાને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. હું ઇચ્‍છું છું કે તેઓ દરેકને સમાન તક આપે.

(3:50 PM IST)