તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 21st May 2026
ધોની અને સીએસકે વચ્ચેના ૧૬ વર્ષ જૂના સંબંધોમાં તિરાડ! નવી સિઝનમાં બીજી ટીમ તરફથી રમી શકે છે ‘થાલા'
ટીમ મેનેજમેન્ટ સાથે મતભેદો વધ્યા : ખેલાડીઓના ટ્રાન્સફર અને ધોનીની સલાહ વિના લેવાયેલા નિર્ણયોથી ફ્રેન્ચાઇઝી વચ્ચે અંતર વધ્યું આ વખતના આઇપીએલમાં ગેરહાજરી માત્ર ફિટનેસ નહીં પરંતુ ભવિષ્યની રણનીતિનો ભાગ, સીએસકે હવે યુવા ખેલાડીઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે

નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસની સૌથી સફળ અને સૌથી મજબૂત ગણાતી જોડી હવે તૂટવાના આરે છે. મહેન્દ્ર સિંહ ધોની અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેના સંબંધોમાં મોટી તિરાડ પડી હોવાનો ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. અહેવાલો મુજબ, આ લાંબા સમયથી ચાલતી ભાગીદારી હવે અંત તરફ છે અને ધોની આગામી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ નહીં રહે તેવી પ્રબળ શકયતાઓ છે. જો ધોની નિવળત્તિ જાહેર નહીં કરે, તો તે આઇપીએલની આગામી સિઝનમાં સીએસકે સિવાયની કોઈ નવી ફ્રેન્ચાઈઝી માટે રમતો જોવા મળી શકે છે.
એમએસ ધોની આઇપીએલમાં મેદાન પર એક પણ મેચ રમતો જોવા મળ્યો ન હતો, માત્ર છેલ્લી હોમ મેચ દરમિયાન તે સ્ટેડિયમમાં હાજર રહ્યો હતો. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે પગની પિંડીમાં ઈજાના કારણે તે રમી શકયો નથી. પરંતુ હવે અહેવાલો દાવો કરી રહ્યા છે કે ધોનીની ગેરહાજરી પાછળ માત્ર ફિટનેસ કારણભૂત નહોતી. સીએસકે મેનેજમેન્ટ હવે ભવિષ્યની રણનીતિ પર કામ કરી રહ્યું છે અને તેઓ યુવા ખેલાડીઓ સાથે નવી ટીમ બનાવવા તરફ આગળ વધવા માંગે છે, જેના કારણે ધોનીને ટીમ કોમ્બિનેશનથી અલગ રાખવામાં આવ્યો હોઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા બે વર્ષમાં ટીમ મેનેજમેન્ટ અને એમએસ ધોની વચ્ચે અનેક ગંભીર મુદ્દાઓ પર મતભેદો સર્જાયા છે. ફ્રેન્ચાઇઝી દ્વારા ખેલાડીઓના ટ્રાન્સફર અને ટીમ સંબંધિત કેટલાક મહત્વના નિર્ણયો ધોનીની સલાહ લીધા વિના જ લેવામાં આવ્યા હતા. મેનેજમેન્ટના આ વલણથી પૂર્વ કેપ્ટન ભારે નારાજ હોવાનું કહેવાય છે, જેના કારણે બંને પક્ષો વચ્ચેનું અંતર સતત વધતું ગયું.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
