News of Wednesday, 18th November 2026
ધોનીની એક પોસ્ટે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ..! માત્ર ૧૫ મિનિટમાં ૨૦ લાખ લાઈક્સ
પોસ્ટમાં શું લખ્યું હતું...? આ શબ્દોનો ગુજરાતી અર્થ શું થાય...? કયું ગીત શેર કર્યું હતું....?

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ પોસ્ટમાં શું લખ્યું હતું..? ધોની એ ગઈકાલે ૧૭ નવેમ્બર ૨૦૨૬ ના રોજ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ભાવુક વીડિયો શેર કર્યો હતો, તેમાં ભારતીય ક્રિકેટ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે ની તેમની કારકિર્દી ની યાદગાર ક્ષણો દર્શાવવામાં આવી હતી. પોસ્ટ ના કેપ્શન માં તેમણે અંગ્રેજીમાં લખ્યું હતું, "Fans proved me wrong, no better song to accept it. Maybe two versions were made so that I could commit the mistake and then accept it."આ શબ્દો નો ગુજરાતી અર્થ શું થાય...? ધોની કહેવા માગે છે કે, ‘‘ચાહકો એ મને ખોટો સાબિત કર્યો,આ વાત સ્વીકારવા માટે આના થી વધુ સારું ગીત બીજું હોઈ જ ન શકે, કદાચ આ ગીત ની બે આવળત્તિઓ એટલા માટે બનાવવામાં આવી હશે કે હું ભૂલ કરું અને પછી તેને સ્વીકારી શકું.''
આ શબ્દો માં તેમની નિવળત્તિ અંગેની લાગણી અને ચાહકો સાથેનો ભાવનાત્મક સંબંધ જોવા મળે છે.
કયું ગીત શેર કર્યું હતું...?: ધોની એ પોતાની પોસ્ટ માં ફિલ્મ ‘કભી કભી' નું જાણીતું ગીત ‘મૈં પલ દો પલ કા શાયર હૂં' સામેલ કર્યું હતું. આ ગીત સાહિર લુધિયાનવી ના શબ્દો અને મુકેશ ના સ્વરમાં છે , વર્ષ ૧૯૭૬ માં આવેલી ફિલ્મનું આ ગીત જીવનની ક્ષણભંગુરતા અને સમય સાથે આગળ વધવાના ભાવન
ે વ્યક્ત કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી નિવળત્તિ જાહેર કરતી વખતે પણ ધોની એ આ જ ગીતનો ઉપયોગ કર્યો હતો.
માત્ર ૧૫ મિનિટમાં કેટલા લાઈક્સ મળ્યા.. ?: ધોનીની આ પોસ્ટ ને માત્ર પ્રથમ ૧૫ મિનિટ માં ૨૦ લાખ થી વધુ અને પ્રથમ ૩ કલાક માં ૭૫ લાખ થી વધુ લાઈક્સ મળ્યા હતા. રાત્રે આશરે ૧૦ વાગ્યા સુધીમાં ૮૦ લાખ લાઈક્સ અને ૬.૫ કરોડ વ્યૂઝ નો જબરદસ્ત પ્રતિસાદ મેળવ્યો હતો.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
