News of Monday, 29th June 2026
મોટી ટીમો સામે રમતા જ ફસડાઈ જવાની જૂની આદત ન નડી હોત તો આજે ચિત્ર કંઈક અલગ હોત
ટાર્ગેટ પર કેપ્ટન: ટી૨૦ વર્લ્ડ કપમાં ફ્લોપ શો બાદ હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ સામે સવાલોની તોપ મંડાણી

નવી દિલ્હી: મહિલા ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમની શરમજનક ઍક્ઝિટ બાદ હવે ચારેય તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌર પર સવાલો ઉઠી રહ્ના છે. ઓસ્ટ્રેલિયા સામેની કરો કે મરો જેવી નિર્ણાયક મેચમાં ૬ વિકેટે પરાજય મળતાં જ ભારતનું વર્લ્ડ કપ જીતવાનું સપનું રોળાઈ ગયું છે. આ કારમી હાર બાદ ભારે નિરાશા સાથે કેપ્ટન હરમનપ્રીત કૌરે મીડિયા સામે આવીને ટીમની મોટી ભૂલો ઍકરાર કરી છે. જેના કારણે હવે તેની કેપ્ટનશીપ અને ટીમની રણનીતિ પર સોશિયલ મીડિયાથી લઈને ક્રિકેટ જગતમાં ભારે હોબાળો મચી ગયો છે.
હરમનપ્રીત કૌરે મેચ પછીની પ્રેઝન્ટેશનમાં ભારે હૃદયે સ્વીકાર્યું હતું કે, ભારતીય ટીમ દબાણની ક્ષણોમાં હેન્ડલ કરવામાં સદંતર નિષ્ફળ રહી છે. તેણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે,‘ઍક ટીમ તરીકે અમે અમારા નક્કી કરેલા સ્ટાન્ડર્ડ મુજબનું પ્રદર્શન કરી શક્યા નથી. જો તમારે વર્લ્ડ કપ જેવા મોટા પ્લેટફોર્મ પર ટ્રોફી જીતવી હોય, તો તમારે ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત અને ટોચની ટીમો સામે સર્વશ્રેષ્ઠ ક્રિકેટ રમવું જ પડે, જેમાં અમે પાછા પડ્યા છીઍ.’ હરમનપ્રીતના આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે ટીમ ઈન્ડિયા હજુ પણ મોટી મેચોના પ્રેશર સામે ઘૂંટણ ટેકી દે છે.
જો કે, આ મેચમાં હરમનપ્રીત કૌરે પોતે કેપ્ટન ઇનિંગ્સ રમતા ૨૭ બોલમાં શાનદાર ૫૬ રનની આક્રમક અર્ધસદી ફટકારીને ભારતને સન્માનજનક સ્થિતિમાં મૂક્યું હતું, પરંતુ બાકીના ખેલાડીઓ તરફથી તેને યોગ્ય સાથ ન મળ્યો. પોતાની બેટિંગ અંગે વાત કરતા તેણે કહ્નાં કે, ‘ઍક સમયે સ્કોર ઓછો હતો, પરંતુ છેલ્લી ઓવરોમાં મેં ટીમ માટે આક્રમક રન બનાવીને મારું કામ પૂરું કર્યું હતું. પરંતુ અફસોસ કે અંતે બોલિંગ અને ફિલ્ડિંગમાં અમે લય જાળવી શક્યા નહીં અને ઓસ્ટ્રેલિયાની ટીમે શાનદાર રમત બતાવીને મેચ આપણી પાસેથી છીનવી લીધી.’
આ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયા બાદ હરમનપ્રીત કૌરે કડક શબ્દોમાં સંકેત આપ્યા છે કે હવે ટીમમાં ધરમૂળથી ફેરફારો કરવાનો સમય આવી ગયો છે. તેણે ઉમેર્યું કે, ‘આ હાર બાદ હવે અમારે ઍક ગ્રુપ તરીકે બેસીને ઘણી બધી બાબતો પર ગંભીરતાથી ફરી વિચાર કરવાની અને નવેસરથી પ્લાનિંગ કરવાની જરૂર છે.’ ક્રિકેટ વિશ્લેષકોના મતે, હરમનપ્રીતની આ લડાયક ઇનિંગ્સ તો પ્રશંસનીય છે, પરંતુ આઈસીસી ટૂર્નામેન્ટ્સના નિર્ણાયક મોકા પર વારંવાર ટીમનું ચોક કરી જવું હવે કેપ્ટન તરીકે તેના ભવિષ્ય સામે મોટા પ્રશ્નાર્થચિહ્નો ઊભા કરી રહ્નાં છે. (૩૬.૧૦)
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
