<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

વર્લ્‍ડ કપ ઇતિહાસમાં ઇજિપ્તે પ્રથમ જીત નોંધાવી

 

નવી દિલ્‍હીઃ ન્‍યુ ઝીલેન્‍ડ સામે ૩-૧થી જીત નોંધાવીને ઇજિપ્તે ગ્રુપ ઞ્‍માં નંબર વનનું સ્‍થાન લઈ લીધું છે. ૧૯૯૦ અને ૨૦૧૮ના વર્લ્‍ડ કપમાં બે ડ્રો મેચ અને પાંચ હારનો સામનો કરનાર ઇજિપ્તે પહેલી વર્લ્‍ડ કપ જીત નોંધાવી હતી. ઇજિપ્તે બેલ્‍જિયમ સામે ૧-૧ની ડ્રો મેચ સાથે આ વર્લ્‍ડ કપની શરૂઆત કરી હતી. ગ્રુપ ઞ્‍માં બે ડ્રો સાથે બીજા ક્રમે ઈરાન છે, બે ડ્રો મેચ સાથે ત્રીજા ક્રમે બેલ્‍જિયમ અને એક ડ્રો, એક હારને કારણે ન્‍યુ ઝીલેન્‍ડ અંતિમ સ્‍થાને છે

(3:45 PM IST)