<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

ઇંગ્‍લીશમાં મારૂ His -Her બધુ મિકસ થઇ જાય છે, પણ હવે મે ટેન્‍શન લેવાનું છોડી દીધું છે

અન્‍ય રાજયોના ખેલાડીઓ સાથે રહીને હિન્‍દીતો શીખી ગયો,પણ ઇંગ્‍લીશમાં લોચા અંગે અક્ષર પટેલની ખુલ્લી અને પ્રમાણીક કબુલાત

નવી દિલ્‍હીઃ ભારતના સ્‍પિન ઓલરાઉન્‍ડર અક્ષર પટેલનો એક ફની ઇન્‍ટરવ્‍યુ વાઇરલ થયો છે. આ ઇન્‍ટરવ્‍યુમાં ગુજરાતી ખેલાડી અક્ષર પટેલે પોતાની ઇંગ્‍લિશ ભાષાપ્રત્‍યેની તકલીફો અને વિદેશી પ્‍લેયર્સ અને કૉમેન્‍ટેટર્સે હિન્‍દી શીખવી જોઈએ એ વિશે ખૂલીને વાત કરી છે.

અક્ષર પટેલ કહે છેકે ક્રિકેટ રમવાની શરૂઆત કરી ત્‍યારે મને ઇંગ્‍લિશની સાથે હિન્‍દીમાં બોલતા નહોતું આવડતું. અન્‍ડર-૧૯માં ભારત માટે રમતો થયો ત્‍યારથી બીજાં રાજ્‍યના ખેલાડીઓ સાથે રહીને મને હિન્‍દી બોલતા આવડી ગયું છે, પણ ઇંગ્‍લિશ બોલવામાં હજી તકલીફ છે.

૩૨ વર્ષનો અક્ષર પટેલ આગળ કહે છે કે ‘હવે મને ઇંગ્‍લિશ સમજ પડે છે. હું એ ભાષામાં સારી રીતે મારા વિચાર સમજાવી પણ શકું છું. જોકે ઇંગ્‍લિશમાં ઇન્‍ટરવ્‍યુ આપતા મને નહીં ફાવે. એ ભાષામાં Those, We, That વાપરવાનું એની  મને નહીં ખબર પડે. મારું His અને Her બધુ મિસ્‍ક થઈ જાય છે. જોકે હું હવે એ બાબતે વધારે ટેન્‍શન નથી લેતો.'

અક્ષર પટેલે અંતે કહ્યું કે ‘આપણને તો ગુજરાતી, હિન્‍દી અને ઇંગ્‍લિશ સમજ પડે છે અને આપણે બોલી પણ શકીએ છે. વિદેશી ખેલાડીઓને તો માત્ર ઇંગ્‍લિશ જ આવડે છે. આ વિદેશીઓ આટલા સમયથી IPL રમવા આવે છે તો એ લોકો કેમ હિન્‍દી શીખતા નથી. વિદેશી પ્‍લેયર્સ અને કૉમેન્‍ટેટર્સે હિન્‍દીમાં ઇન્‍ટરવ્‍યુ હું કરવા જોઈએ.' 

(3:26 PM IST)