તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
ફિફા વર્લ્ડ કપમાં મહાસંગ્રામ: ક્વાર્ટર-ફાઇનલની રોમાંચક લાઇનઅપ તૈયાર; સેમિફાઇનલમાં પહોંચવા વિશ્વની ટોચની ૮ ટીમો વચ્ચે જામશે કાંટાની ટક્કર
ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચે આખરી જંગ; પ્રથમ ક્વાર્ટર-ફાઇનલમાં શુક્રવારે ફ્રાન્સ સામે ટકરાશે આફ્રિકન સિંહો એટલે કે મોરોક્કો

નવી દિલ : ફૂટબોલ પ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આખરે આવી ગઈ છે. ફિફા (FIFA) વર્લ્ડ કપના મેગા સ્ટેજ પર હવે 'રાઉન્ડ ઓફ ૧૬' ના હાઈ-વોલ્ટેજ મુકાબલા પૂર્ણ થઈ ચૂક્યા છે અને ક્વાર્ટર-ફાઇનલ (છેલ્લા આઠ) નું ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે. ફ્રાન્સ, મોરોક્કો, નોર્વે, ઈંગ્લેન્ડ, સ્પેન, બેલ્જિયમ, આર્જેન્ટિના અને સ્વિટ્ઝર્લેન્ડે પોતપોતાની સખત મેચો જીતીને ગૌરવભેર ક્વાર્ટર-ફાઇનલમાં પ્રવેશી લીધો છે. નોકઆઉટ સ્ટેજ હવે એવા નિર્ણાયક વળાંક પર પહોંચી ગયો છે જ્યાં સહેજ પણ ભૂલ વિશ્વકપ જીતવાનું સપનું તોડી શકે છે.
આગામી શુક્રવારથી શરૂ થઈ રહેલા આ ફૂટબોલ મહાકુંભના પ્રથમ ક્વાર્ટર-ફાઇનલ મુકાબલામાં જબરદસ્ત રોમાંચ જોવા મળશે, જ્યાં મજબૂત ફ્રાન્સની ટીમ શક્તિશાળી મોરોક્કો સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે ૧:૩૦ વાગ્યે શરૂ થશે. ત્યારબાદ, શનિવારે બપોરે ૧૨:૩૦ વાગ્યે સ્પેન અને બેલ્જિયમની દિગ્ગજ ટીમો આમને-સામને હશે. રવિવારનો દિવસ ઇતિહાસ રચનારો સાબિત થઈ શકે છે, કારણ કે નોર્વેની ટીમ તેના ઇતિહાસમાં પહેલીવાર ફિફા વર્લ્ડ કપના ક્વાર્ટર-ફાઇનલમાં કિંગ ઈંગ્લેન્ડના પડકારનો સામનો કરશે. જ્યારે ટૂર્નામેન્ટની આખરી અને સૌથી રોમાંચક ક્વાર્ટર-ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાનો સામનો સ્વિટ્ઝર્લેન્ડ સામે થશે. ફૂટબોલના આ સુપર સન્ડે પર આખી દુનિયાની નજર ટકેલી રહેશે.
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
