<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

RCBને સતત બીજી વખત ચેમ્‍પિયન બનવા પાછળના પાંચ કારણો

અમદાવાદઃ ઇન્‍ડિયન પ્રીમિયર લીગમાં રવિવારે અમદાવાદના નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં તમામ અપેક્ષાઓ પર ખરી ઉતરતા રોયલ ચેલેન્‍જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઇટન્‍સને હરાવીને સતત બીજી વખત ચેમ્‍પિયન બનવાનું ગૌરવ હાસિલ કર્યું છે. જેની પાછળ RCBની જીતના ૫ સૌથી મોટા કારણો છે.

આક્રમકતાને બનાવ્‍યો ‘સક્‍સેસ મંત્ર'

કોચ એન્‍ડી ફલાવરની આગેવાનીમાં RCBએ પોતાની સફળતાના સૂત્રનો આધાર માત્ર અને માત્ર આક્રમકતાને બનાવ્‍યો હતો. આ આક્રમક વિચાર બેટિંગ હોય, બોલિંગ હોય કે ફિલ્‍ડિંગ - દરેક ટીમ મેમ્‍બરમાં આ સ્‍પષ્ટ દેખાયું હતું.

ટોપ ઓર્ડરનું ‘વિરાટ' પ્રદર્શન

RCBની સફળતાનું બીજું સૌથી મોટું કારણ એ રહ્યું કે તેના મોટાભાગના ટોપ ઓર્ડરના બેટ્‍સમેનોના પ્રદર્શનમાં અદભુત સાતત્‍ય જોવા મળ્‍યું. આ ખેલાડીઓએ ‘એટેક ઇઝ ધ બેસ્‍ટ પોલિસી' ના નિયમને છેલ્લી મેચ સુધી વળગી રહ્યા.

કેપ્‍ટન પાટીદારની ફ્રન્‍ટથી લીડિંગ

RCBની સતત બીજી ખિતાબી જીતમાં જો રન બનાવવાના મામલે વિરાટ કોહલી મોખરે રહ્યા, તો કેપ્‍ટન રજત પાટીદાર ટીમના કરોડરજ્જુ સાબિત થયા. નંબર-૪ પર પાટીદારની તોફાની બેટિંગ શૈલી અને ફિલ્‍ડિંગ દરમિયાન તેની શાનદાર કેપ્‍ટનશીપે ય્‍ઘ્‍ગ્ની જીતની લયને કયારેય તૂટવા ન દીધી.

ભુવનેશ્વર સાબિત થયા ‘ગોલ્‍ડન હેન્‍ડ'

કોઈપણ ટીમ વિશ્વસનીય બોલરોના દમદાર પ્રદર્શન વગર કયારેય ચેમ્‍પિયન બની શકતી નથી. ૩૭ વર્ષીય ટીમ ઇન્‍ડિયાના સ્‍ટાર પેસર ભુવનેશ્વર કુમાર આ સીઝનમાં ય્‍ઘ્‍ગ્‍ માટે ઁગોલ્‍ડન હેન્‍ડઁ સાબિત થયા છે. કેપ્‍ટન રજત પાટીદારે જ્‍યારે પણ મુશ્‍કેલ સમયમાં ભુવી તરફ બોલ ફેંકયો, ત્‍યારે તેણે કેપ્‍ટનને નિરાશ ના કર્યા.

કળણાલ પંડયા અને રાસિખ સલામનો

શાનદાર સાથ

જો જીતના કારણોમાં મિડલ ઓર્ડરની કરોડરજ્જુ કેપ્‍ટન રજત પાટીદાર રહ્યા હોય, તો બોલિંગ અને બેટિંગ બંનેમાં આવી જ મહત્‍વની ભૂમિકા કળણાલ પંડ્‍યાએ પણ નિભાવી છે.

(2:48 PM IST)