તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 23rd June 2026
રમતગમત સાથે માનવતાની મહેકઃ ઈરાની ખેલાડીઓ ડ્રેસીંગ રૂમમાં ૭૪ શબ્દોનો ભાવુકપત્ર છોડી ગયા
ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ બાદ અમેરિકાના આતિથ્ય સત્કાર બદલ દિલથી આભાર માનતી ઈરાનની ટીમ

નવી દિલ્હીઃ લોસ એન્જલ્સમાં ઝીલેન્ડ સામે ૨-૨થી મેચ ડો કર્યા બાદ ગઈ કાલે ઈરાને બેલ્જિયમ સામે પણ ૦-૦થી મેચ ડો કરી હતી. ઈરાનની છેલ્લી ગ્રુપ-સ્ટેજ મેચ હવે વોશિગ્ટનમાં રમાવાની હોવાથી તેઓ લોસ ઍન્જલસ સ્ટેડિયમના ડ્રેસિગ રૂમમાં ૭૪ શબ્દોનો હાથથી લખેલો કાગળ છોડી ગયા હતા.
આ કાગળમાં લખ્યું હતું, ‘હજારો વર્ષ જૂના પ્રાચીન પર્સી (ફારસી)થી લઈને આજના સભ્ય ઈરાન સુધી. ઈરાનની ભાવના જીવંત અને અડગ છે. અમે ગર્વ સાથે લોસ એન્જલસ આવ્યા, ડસન્માન સાથે રમ્યા અને ગૌરવ સાથે જઈ રહ્યા છીએ. આતિથ્ય માટે લોસ ઍન્જલસનો આભાર. કાગળમાં અંતે લખ્યું હતું કે, ‘‘દરેક ઈરાની લોકોનો આભાર જેમણે ૧૮૦ મિનિટની રમતો દરમ્યાન ટીમ માટે પોતાનું દિલ, અવાજ અને આત્મા સમર્પિત કર્યાં. તમામ દેશો વચ્ચે શાંતિ, સન્માન અને દોસ્તી બની રહે.''
#minab અને #૧૬૮ જેવો હેશટેગ કાગળમાં લખીને ઈરાનની ટીમે અમેરિકાના હુમલામાં જીવ ગુમાવનાર મિનાબ સ્કૂલની ૧૬૮ દિવંગત વિદ્યાર્થિનીઓને પણ યાદ કરી હતી
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
