News of Friday, 1st May 2026
‘‘મારા બેટમાં ભગવાને જ ચિપ લગાવીને આપી છે!'': પાકિસ્તાનીઓના ‘AI ચિપ'ના આરોપ પર વૈભવ સૂર્યવંશીનો સણસણતો જવાબ
૧૩ વર્ષીય બિહારના લિટલ માસ્ટરે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરનારા પાકિસ્તાની વિશ્લેષકોની બોલતી બંધ કરી

નવી દિલ્હી : આઈપીએલની હરાજીમાં સૌથી નાની ઉંમરે સ્થાન મેળવી ઈતિહાસ રચનાર બિહારના ૧૩ વર્ષીય વૈભવ સૂર્યવંશીએ હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. તેની શાનદાર બેટિંગ જોઈને પાકિસ્તાની વિશ્લેષકોએ એવો વિચિત્ર દાવો કર્યો હતો કે વૈભવના બેટમાં કોઈ‘‘AI ચિપ'' લાગેલી છે જેના કારણે તે જસપ્રીત બુમરાહ જેવા દિગ્ગજ બોલરોને પણ સિક્સર ફટકારે છે. આ હાસ્યાસ્પદ ટ્રોલિંગનો જવાબ આપતા વૈભવે વળતો પ્રહાર કર્યો કે, ‘‘ભગવાને જ મારા બેટમાં ચિપ લગાવીને આપી છે.''
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
