તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
હર્ષા ભોગલેએ આંકડા રજૂ કરી બોર્ડના નિર્ણય પર ઉઠાવ્યા પ્રશ્નો
વૈભવ સૂર્યવંશીની વાઈસ કેપ્ટન તરીકે પસંદગી સામે સવાલ : ક્રિકેટ કોમેન્ટેટર હર્ષા ભોગલેએ યુવા ખેલાડીની ક્ષમતા સામે નહીં પરંતુ તેની ક્ષમતા વહેલી માપીને વધારાની જવાબદારી સોંપવાની ઉતાવળ સામે નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હી,તા.૩૧: ભારતીય ક્રિકેટના આશાસ્પદ યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને ઉપ-કેપ્ટન (વાઈસ કેપ્ટન) બનાવવાનો નિર્ણય અત્યારે ચર્ચાના સ્થાને આવ્યો છે. દેશના જાણીતા અને અનુભવી ક્રિકેટ કોમેન્ટેટર હર્ષા ભોગલેએ આ નિર્ણય સામે સખત વિરોધ નોંધાવ્યો છે. ભોગલેનું માનવું છે કે માત્ર ઉંમર કે અમુક ઇનિગ્સના આધારે યુવા ખેલાડી પર આટલી નાની વયે નેતૃત્વનું ભારણ આપવું યોગ્ય નથી.
તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વૈભવ સૂર્યવંશીના તાજેતરના પ્રદર્શન અને આંકડાઓ રજૂ કરતાં લખ્યું હતું કે, ખેલાડી તરીકે તેની ક્ષમતામાં કોઈ શંકા નથી, પરંતુ તેને હજુ પોતાની રમતને વધુ પરિપક્વ કરવાની જરૂર છે. સૂર્યવંશીના આંકડા દર્શાવે છે કે તે હજુ કારકિર્દીના ખૂબ જ શરૂઆતી તબક્કામાં છે, જ્યાં તેણે પોતાના પ્રદર્શનની સ્થિરતા પર ધ્યાન આપવું જોઈએ.
હર્ષા ભોગલેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે યુવા વયે જ કપ્તાની કે ઉપ-કપ્તાની જેવી મોટી જવાબદારી સોંપવાથી ખેલાડીની કુદરતી રમત પર માઠી અસર પડી શકે છે. તેમણે રજૂ કરેલા આંકડા અનુસાર, ખેલાડીએ હજુ પ્રથમ કક્ષાના કે સ્થાનિક ક્રિકેટમાં વધુ મેચો રમીને અનુભવ મેળવવાની જરૂર છે. યોગ્ય સમય આવ્યા પહેલાં વધારાનો બોજ આપવાથી ખેલાડીનો આત્મવિશ્વાસ ડગમગી શકે છે.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
