<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

અંડર-૧૮ મેન્‍સ એશિયા કપ ૨૦૨૬માં ભારતનો ઐતિહાસિક વિજયઃ ફાઇનલમાં યજમાન જાપાનને ૪-૧ થી ખરાબ રીતે કચડયું

આશિષ પૂર્તિની શાનદાર હેટ્રિકથી પુરૂષ ટીમે ગોલ્‍ડ તો મહિલા ટીમે દક્ષિણ કોરિયાને હરાવી બ્રોન્‍ઝ જીત્‍યોઃ ઢોલ નગારાથી એરપોર્ટ ઉપર સ્‍વાગત

નવી દિલ્‍હી,તા.૮: જાપાનના કાકામિગાહારા ખાતે રમાયેલી અંડર-૧૮ એશિયા કપ ૨૦૨૬ હોકી ટુર્નામેન્‍ટમાં ભારતીય યુવા રમતવીરોએ ઐતિહાસિક અને અદભૂત પ્રદર્શન કરી દેશનું ગૌરવ શિખરે પહોંચાડ્‍યું છે. ફાઈનલ મુકાબલામાં ભારતીય મેન્‍સ ટીમે આક્રમક રમત દાખવીને સ્‍ટાર ખેલાડી આશિષ પૂર્તિની શાનદાર હેટ્રિક અને કેપ્‍ટન કેતન કુશવાહાના ગોલની મદદથી ડિફેન્‍ડિંગ ચેમ્‍પિયન યજમાન જાપાનને ૪-૧ થી પછાડીને વિક્રમી ત્રીજી વખત એશિયા કપનો ગોલ્‍ડ મેડલ પોતાના નામે કર્યો છે.

જ્‍યારે વુમેન્‍સ ટીમે પણ દક્ષિણ કોરિયાને ૩-૦ થી હરાવીને બ્રોન્‍ઝ મેડલ જીત્‍યો છે. ટુર્નામેન્‍ટમાં ૧૩ ગોલ ફટકારનાર આશિષ પૂર્તિ પ્‍લેયર ઓફ ધ મેચ બન્‍યા છે. ભારત પરત ફરેલા આ ચેમ્‍પિયન ખેલાડીઓનું દિલ્‍હી એરપોર્ટ પર ઢોલ-નગારા સાથે ભવ્‍ય સ્‍વાગત કરાયું હતું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્‍યા છે, અને હોકી ઇન્‍ડિયાએ વિજેતા ખેલાડીઓ માટે લાખો રૂપિયાના રોકડ ઇનામોની જાહેરાત કરી છે.

(3:09 PM IST)