તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
પંજાબમાં હોકીની વાપસીઃ આજથી એશિયન ચેમ્પિયન ટ્રોફી
૬ મેન્સ હોકી ટીમો વચ્ચે જંગ જામશેઃ ટ્રોફી જીતવા ભારત પ્રબળ દાવેદારઃ તમામ મેચો સાંજે ૭ વાગ્યાથી

નવી દિલ્હીઃ આજે ૨૭ ઑક્ટોબરથી પાંચ નવેમ્બર સુધી ૬ મેન્સ હોકી ટીમો વચ્ચે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી રમાશે. ૨૦૧૧થી રમાતી આ ટુર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે ૨૦૧૧, ૨૦૧૬, ૨૦૧૮, ૨૦૨૩ અને ૨૦૨૪ સહિતની પાંચ સીઝન જીતી હતી. પાકિસ્તાન ત્રણ વખત અને સાઉથ કોરિયા એક વખત ચેમ્પિયન બન્યું હતું.
આ ટુર્નામેન્ટ સાથે ૧૭ વર્ષના લાંબા અંતરાલ બાદ પંજાબમાં હોકીની વાપસી થઈ રહી છે. દાયકાઓ સુધી આ રાજ્ય ભારતીય હોકીનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. આજે પણ ભારતીય ટીમમાં અડધાથી વધુ ખેલાડીઓ અહીંથી જ આવે છે.
પંજાબમાં છેલ્લી ઇન્ટરનેશનલ હોકી ટુર્નામેન્ટ ૨૦૦૯માં ગોલ્ડ કપ રમાઈ હતી. રૂપે ભારતમાં માત્ર ૨૦૨૩માં આ ટુર્નામેન્ટ ચેન્નઈમાં યોજાઈ હતી. આ વખતે પંજાબના જાલંધર અને મોહાલીમાં આ ટુર્નામેન્ટની મેચો રમાશે બે નવેમ્બર સુધી લીગ-સ્ટેજની મેચ રમાશે. ૪ નવેમ્બરે સેમી-ફાઈનલ મેચો અને પાંચ નવેમ્બરે ગોલ્ડ તથા બ્રોન્ઝ મેડલ મેચ રમાશે.
પાકિસ્તાની ટીમ આ ટુર્નામેન્ટમાંથી હટી ગઈ હોવાથી મલેશિયાની ટીમ ભારત માટે મોટો પડકાર બનશે. બંગલાદેશ, ચીન, જપાન, સાઉથ કોરિયા પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યું છે.
ભારતીય હોકી ટીમની મેચોનું શેડયુલ
૨૭ ઓક્ટોબરે બંગલાદેશ સામે
૨૯ ઓક્ટોબરે ચીન સામે
૩૦ ઓક્ટોબરે જપાન સામે
૧ નવેમ્બરે મલેશિયા સામે
૨ નવેમ્બરે સાઉથ કોરિયા સામે
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
