<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

વરસાદના કારણે આજનો મેચ ધોવાઈ જાય તો રાજસ્‍થાન અને ગુજરાતમાંથી કોણ પહોંચશે ફાઈનલમાં?

પોઇન્‍ટસ ટેબલમાં આગળ રહેલી ટીમ ફાઇનલ રમશે : GT બીજા અને RR ચોથા સ્‍થાને છે

મુંબઇઃ આજે ટાટા આઇપીએલ -૨૦૨૬ની બીજી ક્‍વોલિફાયર મેચ રમાવાની છે. રાજસ્‍થાન રોયલ્‍સ અને ગુજરાત ટાઇટન્‍સ વચ્‍ચેની મેચ મુલ્લાનપુરમાં રમાશે. આ જ મેદાન પર એલિમિનેટર મેચ રમાઈ હતી. ક્‍વોલિફાયર ૨નો વિજેતા ફાઇનલમાં રોયલ ચેલેન્‍જર્સ બેંગલુરુ સામે ટકરાશે. ફાઇનલ ૩૧ મેના રોજ અમદાવાદમાં રમાશે.

ફાઇનલ પહેલા બધાની નજર ક્‍વોલિફાયર ૨ પર રહેશે. ગુજરાત અને રાજસ્‍થાન વચ્‍ચેનો મુકાબલો રોમાંચક બનવાની ધારણા છે, પરંતુ જો વરસાદ કે અન્‍ય કોઈ કારણસર બીજી ક્‍વોલિફાયર મેચ રદ થાય છે તો કોણ બહાર થશે અને કઈ ટીમ ફાઇનલમાં પહોંચશે?

વાસ્‍તવમાં ફાઇનલ સિવાયની કોઈપણ મેચ માટે IPLમાં રિઝર્વ ડેનો નિયમ નથી. તેથી, જો કોઈ કારણોસર પ્‍લેઓફ મેચ રદ થાય છે તો પોઈન્‍ટ ટેબલમાં વધુ સારી સ્‍થિતિ ધરાવતી ટીમ આગળ વધે છે. પોઈન્‍ટ ટેબલ પર નજર કરીએ તો ગુજરાત બીજા સ્‍થાને અને રાજસ્‍થાન ચોથા સ્‍થાને રહ્યું. તેથી ગુજરાત ફાઇનલમાં પહોંચશે, અને રાજસ્‍થાન બહાર થઈ જશે.

રાજસ્‍થાન અને ગુજરાત વચ્‍ચે ક્‍વોલિફાયર ૨ મેચ આજે મુલ્લાનપુરમાં રમાશે. આજે મુલ્લાનપુરમાં આકાશ વાદળછાયું હોઈ શકે છે, પરંતુ વરસાદની કોઈ શકયતા નથી. મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી સેલ્‍સિયસ સુધી પહોંચી શકે છે. સદનસીબે મેચ દરમિયાન વરસાદની કોઈ શકયતા નથી.

જો ગુજરાત ટાઇટન્‍સ અને રાજસ્‍થાન રોયલ્‍સ વચ્‍ચે બીજી ક્‍વોલિફાયર મેચ દરમિયાન વરસાદ પડે છે તો મેચ અધિકારીઓ, નિયમો અનુસાર, તે જ દિવસે મેચ પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે. તે જ દિવસે પરિણામ સુનિશ્‍ચિત કરવા માટે વધારાનો ૧૨૦ મિનિટનો સમય પણ ઉમેરવામાં આવ્‍યો છે. ગુજરાત અને રાજસ્‍થાન વચ્‍ચે ઓછામાં ઓછી પાંચ ઓવરની મેચ રમાડવાનો પ્રયાસ કરવામાં આવશે. જો દરેક ઇનિંગમાં પાંચ ઓવર નહીં રમાય તો મેચ રદ જાહેર કરવામાં આવશે

(2:40 PM IST)