<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

ભારત-ન્‍યુઝીલેન્‍ડ વચ્‍ચેની પ્રથમ ટેસ્‍ટ ડ્રોઃ ૭ર૦ રનના વિરાટ સ્‍કોર બાદ પણ ભારત જીતથી વંચિત

ન્‍યુઝીલેન્‍ડ બીજી ઇનિંગમાં ૧ર૦ ઓવરમાં પ વિકેટે ર૩૯ રન બનાવી મેચ બચાવી ડેવોન કોનવેના ૬પ અને ડેરિલ મિચેલના અણનમ ૪૯ રનથી કિવી ટીમે ભારતીય બોલરોનો મક્કમ સામનો કર્યો

નવી દિલ્‍હી, તા. ર૩ : ભારત અને ન્‍યુઝીલેન્‍ડ વચ્‍ચે રમાયેલી પ્રથમ ટેસ્‍ટ મેચ આખરે ડ્રો જાહેર થઈ છે. ભારતીય ટીમે પ્રથમ ઈનિંગમાં ૯ વિકેટે ૭૨૦ રન બનાવી ઈનિંગ ડિકલેર કરી હતી. તેના જવાબમાં ન્‍યુઝીલેન્‍ડે પ્રથમ ઈનિંગમાં ૩૬૮ રન બનાવ્‍યા હતા. ત્‍યારબાદ બીજી ઈનિંગમાં ન્‍યુઝીલેન્‍ડની ટીમે ભારતીય બોલરો સામે મક્કમ બેટિંગ કરતાં ૧૨૦ ઓવરમાં ૫ વિકેટે ૨૩૯ રન બનાવ્‍યા હતા અને મેચ ડ્રો કરવામાં સફળતા મેળવી હતી.

ન્‍યુઝીલેન્‍ડની બીજી ઈનિંગમાં ડેવોન કોનવેએ ૧૬૫ બોલમાં ૬૫ રન બનાવ્‍યા હતા. હેનરી નિકોલ્‍સે ૫૯ બોલમાં ૩૧ અને રચિન રવિન્‍દ્રએ ૧૨૯ બોલમાં ૩૭ રનનું યોગદાન આપ્‍યું હતું. ડેરિલ મિચેલે ૧૮૬ બોલમાં અણનમ ૪૯ રન બનાવ્‍યા હતા, જ્‍યારે ગ્‍લેન ફિલિપ્‍સે ૧૨૬ બોલમાં અણનમ ૨૬ રન નોંધાવ્‍યા હતા.

ભારત તરફથી પ્રસિદ્ધ કળષ્‍ણાએ બે વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહ, વોશિંગ્‍ટન સુંદર અને અંશુલ કંબોજે એક-એક વિકેટ મેળવી હતી. જોકે, ન્‍યુઝીલેન્‍ડના બેટરોએ વિકેટ જાળવી રાખતાં ભારતીય ટીમને જીતથી દૂર રાખી હતી. આમ, પ્રથમ ટેસ્‍ટમાં બંને ટીમો વચ્‍ચેનો મુકાબલો ડ્રો રહ્યો હતો.

(11:57 AM IST)