News of Wednesday, 18th November 2026
ચાર પેસરો સાથે ન્યૂઝીલેન્ડને ઘેરશે ભારત : કાલથી ટેસ્ટ
શુભમન ગિલે ટેસ્ટની રણનીતિ સ્પષ્ટ કરી, ઝડપી બોલિંગ આક્રમણ પર ભરોસોઃ સાત બેટ્સમેનો સાથે રમવાની યોજના, બુમરાહની હાજરીથી ટીમને મળશે બળ

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમ હવે ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ જંગ માટે સજ્જ બની છે. ટી-૨૦ અને વન-ડે શ્રેણીમાં સફળતા મેળવ્યા બાદ ભારતીય ટીમની નજર હવે ટેસ્ટ શ્રેણી પર છે. આવતીકાલથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટ પહેલાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટીમની રણનીતિ અંગે મોટો સંકેત આપતાં જણાવ્યું છે કે, ભારત ચાર ઝડપી બોલરો સાથે મેદાનમાં ઉતરવાની યોજના ધરાવે છે. ગિલના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડની ધરતી પર પેસ બોલિંગના જોરે પ્રભુત્વ જમાવવા માગે છે.
ન્યૂઝીલેન્ડની પરિસ્થિતિ અને પીચને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમે ઝડપી બોલિંગને વિશેષ મહત્ત્વ આપ્યું છે. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશદીપ, પ્રસિદ્ધ કળષ્ણા સહિતના બોલરો ટીમને મજબૂત વિકલ્પ પૂરા પાડે છે. ચાર ઝડપી બોલરોની પસંદગી સાથે ભારતીય ટીમ વિરોધી બેટ્સમેનો પર સતત દબાણ સર્જવાનો પ્રયાસ કરશે.
ગિલે સાત વિશેષજ્ઞ બેટ્સમેનો સાથે રમવાની યોજના અંગે પણ સંકેત આપ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં લાંબી બેટિંગ લાઇનઅપની સાથે ઝડપી બોલિંગનું સંતુલન જાળવવું ભારતીય ટીમ માટે મહત્ત્વપૂર્ણ રહેશે. ખાસ કરીને ન્યૂઝીલેન્ડની ધરતી પર શરૂઆતની ઓવરોમાં સ્વિંગ અને સીમ મૂવમેન્ટનો લાભ ઉઠાવીને વિકેટ ઝડપવાની ભારતની રણનીતિ રહેશે.
ટી-૨૦ અને વન-ડેમાં વિજય મેળવ્યા બાદ હવે ભારતીય યુવા બ્રિગેડ ટેસ્ટ ક્રિકેટમાં પણ પોતાની તાકાત બતાવવા આતુર છે. કેપ્ટન ગિલના નેતળત્વમાં ભારતીય ટીમ ચાર પેસરોના આક્રમણ સાથે ન્યૂઝીલેન્ડને તેના જ ઘરઆંગણે પડકાર આપશે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
