<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

ભારતે મેન્‍સ વૉલીબૉલ કપ ૨૦૨૬માં બ્રૉન્‍ઝ મેડલ જીત્‍યો

 

નવી દિલ્‍હી : અમદાવાદના વીર સાવરકર સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સમાં AVC મેન્‍સ વૉલીબોલ કપ ૨૦૨૬નો રોમાંચક અંત થયો હતો. સાઉથ કોરિયાને ૦-૩થી હરાવીને ઈન્‍ડોનેશિયા ચૅમ્‍પિયન બન્‍યું હતું. સતત છઠ્ઠી વખત આ ટુર્નામેન્‍ટમાં નવો ચેમ્‍પિયન મળ્‍યો છે. ભારતે ડિકેન્‍ડિંગ ચેમ્‍પિયન બાહરિનને ૧-૩થી હરાવીને પહેલી વખત આ ટુર્નામેન્‍ટમાં કોઈ મેડલ મેળવ્‍યો હતો. બ્રોન્‍ઝ મેડલ જીતનાર ભારત ગ્રુપ-સ્‍ટેજમાં પાંચેય મૅચમાં અજેય રહ્યા બાદ સેમી-ફાઈનલમાં ઇન્‍ડોનેશિયા સામે ૨-૩થી હાર્યું હતું.

(3:25 PM IST)