<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

ન્‍યુઝીલેન્‍ડમાં ભારતની ફુટબોલ ટીમને બન્ને ફ્રેન્‍ડ્‍લી મેચમાં મળી હાર

 

નવી દિલ્‍હીઃન્‍યુઝીલેન્‍ડમાં બે ફ્રેન્‍ડ્‍સી ફુટબોલ મેચ રમવા ગયેલી ભારતની મુખ્‍ય મેન્‍સ ટીમને નિરાશા મળી છે. પહેલી મેચમાં ૫-૦ અને બીજા મેચમાં૩-૦થી ન્‍યુઝીલેન્‍ડે ભારત સામે જીત નોંધાવી હતી. ભારતીય ટીમ એક પણ ગોલ કરી શકી નહોતી. બીજી મેચમાં ભારત પાંચ ફેરફાર સાથે રમી રહ્યું હતું.

અગાઉ આ બન્ને ટીમો વચ્‍ચે બે ટક્કર થઈ હતી. સપ્‍ટેમ્‍બર ૧૯૮૮માં મેચ ૦-૦થી ડ્રો રહી હતી, જ્‍યારે જૂન ૨૦૧૮માં ન્‍યુ ઝીલેન્‍ડે ૨-૧થી ભારત સામે જીત નોંધાવી હતી. વર્લ્‍ડ ફુટબોલ રેન્‍કિંગમાં ન્‍યુ ઝીલેન્‍ડ ૮૮મા અને ભારત ૧૩૮મા ક્રમે છે.

(4:08 PM IST)