<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

અંગ્રેજોના ગઢમાં ભારતીય સિંહોની એન્‍ટ્રીઃ ટી૨૦ સિરીઝનો આજથી ધમાકેદાર આગાઝ

રોહિત-સૂર્યા બાદ હવે અય્‍યર યુગની શરૂઆતઃ વૈભવ સૂર્યવંશીના ડેબ્‍યુ પર ક્રિકેટપ્રેમીઓની

ચેસ્‍ટર-લી-સ્‍ટ્રીટઃ રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્‍ગજોની નિવળત્તિ બાદ હવે ભારતીય ક્રિકેટમાં એક નવા યુગની શરૂઆત થઈ ચૂકી છે. શ્રેયસ અય્‍યરની કેપ્‍ટનશિપ હેઠળની ‘યંગ ઇન્‍ડિયા' આજથી ઇંગ્‍લેન્‍ડ સામે પાંચ મેચોની ટી૨૦ આંતરરાષ્‍ટ્રીય શ્રેણીનો પ્રારંભ કરવા જઈ રહી છે. શ્રેણીનો પ્રથમ મુકાબલો ચેસ્‍ટર-લી-સ્‍ટ્રીટના બેંક્‍સ હોમ્‍સ રિવરસાઇડ ગ્રાઉન્‍ડ પર ભારતીય સમયાનુસાર રાત્રે ૧૦ વાગ્‍યે રમાશે. આગામી ઓલિમ્‍પિક્‍સ અને ટી૨૦ વર્લ્‍ડ કપના રોડમેપને જોતાં આ સિરીઝ બંને ટીમો માટે અત્‍યંત મહત્‍વપૂર્ણ માનવામાં આવી રહી છે.

હાલમાં જ રમાયેલા વર્લ્‍ડ કપની કડવી યાદોને ભૂલીને ઇંગ્‍લેન્‍ડની ટીમ હોમ ગ્રાઉન્‍ડ પર ફરી પોતાનો દબદબો બનાવવા આતુર છે. જોસ બટલરની ગેરહાજરીમાં ઇંગ્‍લેન્‍ડની કમાન વિસ્‍ફોટક બેટ્‍સમેન હેરી બ્રુકના હાથમાં છે, જે પોતાની આક્રમક કેપ્‍ટનશિપ માટે જાણીતો છે. બીજી તરફ, ભારતીય કેપ્‍ટન શ્રેયસ અય્‍યર માટે આ સિરીઝ એક લીડર તરીકે પોતાની જાતને સાબિત કરવાની સુવર્ણ તક છે.

આ સિરીઝમાં ભારતીય પસંદગીકારોએ યુવા લોહી પર ભરોસો મૂકયો છે. ખાસ કરીને માત્ર ૧૫ વર્ષની ઉંમરે ફર્સ્‍ટ-ક્‍લાસ ક્રિકેટમાં સદી ફટકારીને સનસનાટી મચાવનાર યુવા ઓપનર વૈભવ સૂર્યવંશી પર તમામ ક્રિકેટ-ેમીઓની મીટ મંડાયેલી છે.

ચેસ્‍ટર-લી-સ્‍ટ્રીટની પિચ પરંપરાગત રીતે ફાસ્‍ટ બોલરોને મદદરૂપ સાબિત થાય છે. શરૂઆતની ઓવરોમાં અહીં સારો સ્‍વિંગ જોવા મળી શકે છે, જે ભારતીય ઓપનર્સ માટે મુશ્‍કેલી ઊભી કરી શકે છે. ઇંગ્‍લેન્‍ડના વાતાવરણમાં ભેજનું -માણ હોવાથી ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે તેવી -બળ શકયતા છે.

ભારતઃ વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, શ્રેયસ અય્‍યર (કેપ્‍ટન), સંજુ સેમસન (વિકેટકીપર), રિયાન પરાગ, રિંકુ સિંહ, હાર્દિક પંડ્‍યા, અક્ષર પટેલ, રવિ બિ‘ોઈ, અર્શદીપ સિંહ, મયંક યાદવ / મોહમ્‍મદ સિરાજ.

ઇંગ્‍લેન્‍ડઃ ફિલ સોલ્‍ટ (વિકેટકીપર), વિલ જેક્‍સ, હેરી બ્રુક (કેપ્‍ટન), લિયામ લિવિંગસ્‍ટોન, જેકબ બેથેલ, સેમ કરન, બ્રાઇડન કાર્સ, આદિલ રશીદ, જોફ્રા આર્ચર, રીસ ટોપલી, સાકિબ મહમૂદ

(2:44 PM IST)