હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય વન-ડે અને ટેસ્ટ ટીમની જાહેરાત
ન્યૂઝીલેન્ડ સામે 5 મેચની વનડે સીરિઝની પહેલી ત્રણ મેચમાં શુભમન ગિલ સુકાની અને છેલ્લી 2 વનડે મેચમાં કેપ્ટનશીપની જવાબદારી શ્રેયસ અય્યર સંભાળશે: છેલ્લી 2 વનડે માટે ચાર ફેરફાર

નવી દિલ્હી: ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામે પાંચ મેચની ટી20 સીરિઝ પૂર્ણ કર્યા પછી ન્યૂઝીલેન્ડના લાંબા પ્રવાસ પર રવાના થવાની છે. જેમાં તે ત્રણેય ફોર્મેટમાં સીરિઝ રમશે. આ પ્રવાસ અંગે બીસીસીઆઈ તરફથી પહેલા જ ટી20 સ્ક્વોડની જાહેરાત કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ હવે વનડે અને ટેસ્ટ સ્ક્વોડની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ન્યૂઝીલેન્ડ સામે 5 મેચની વનડે સીરિઝની પહેલી ત્રણ મેચમાં કેપ્ટનશીપની જવાબદારી શુભમન ગિલ જ સંભાળશે, પરંતુ છેલ્લી 2 વનડે મેચમાં કેપ્ટનશીપની જવાબદારી શ્રેયસ અય્યર સંભાળતો જોવા મળશે. તેની પાછળનું સૌથી મોટું કારણ વનડે સીરિઝ પૂર્ણ થયા પછી થોડા જ દિવસમાં બે ટેસ્ટ મેચની સીરિઝ શરૂ થવાની છે.
પહેલા ત્રણ વનડે મેચ માટે ભારતીય ટીમનું સ્ક્વોડ: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (ઉપકેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, અંશુલ કંબોજ, ગુરનૂર બરાર, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, ઈશાન કિશન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને કુલદીપ યાદવ.
છેલ્લી 2 વનડે મેચ માટે ટીમ ઈન્ડિયાનું સ્ક્વોડ: શ્રેયસ અય્યર (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, તિલક વર્મા, ઈશાન કિશન (વિકેટકીપર, ઉપકેપ્ટન), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, ઔકીબ નબી, ગુરનૂર બરાર, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, યશ ઠાકુર અને કુલદીપ યાદવ.
ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાનું સ્ક્વોડ: શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ (ઉપકેપ્ટન), દેવદત્ત પડિક્કલ, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, અંશુલ કંબોજ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, સાઈ સુદર્શન, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ.
ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાને પ્રવાસ દરમિયાન 5 વનડે મેચની સિરીઝ પણ રમવાની છે. છેલ્લી બે મેચ માટે ટીમના સ્ક્વોડમાં ચાર ફેરફાર કરવામાં આવ્યા છે. કેપ્ટન શુભમન ગિલ ઉપરાંત કેએલ રાહુલ, પ્રસિદ્ધ કૃષ્ણા અને અંશુલ કંબોજ છેલ્લી બે મેચનો ભાગ નહીં હોય. તેમના સ્થાને કુમાર કુશાગ્ર, યશ ઠાકુર, તિલક વર્મા અને ઔકીબ નબીને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
