તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Monday, 27th July 2026
પાંચ પ્લેયર્સવાળી યુથ હૉકી ચૅમ્પિયનશિપમાં ભારતીય ટીમોએ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યો

નવી દિલ્હીઃ ઓમાનમાં આયોજિત યુથ હૉકી 5s એશિયન ચૅમ્પિયનશિપમાં ભારતની મેન્સ અને વિમેન્સ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ટુર્નામેન્ટમાં દરેક ટીમમાંથી માત્ર પાંચ ખેલાડી મેદાન પર રમે છે. શૉર્ટ અને ફાસ્ટેસ્ટ ફૉર્મેટની આ હૉકી મૅચોમાં પાંચ ખેલાડીઓમાંથી એક ગોલકીપર હોય છે.
ભારતની સબ-જુનિયર મેન્સ ટીમે ફાઇનલ મૅચમાં પાકિસ્તાન સામે ૩-૧થી જીત નોંધાવી હતી. ભારતની આ ટીમ સમગ્ર ટુર્નામેન્ટ દરમ્યાન અજેય રહી હતી. ભારતની વિમેન્સટીમને ફાઈનલમાં ચીન સામે ૨-૪ના સ્કોરથી હારનો સામનો કરવો પડયો હતો. ભારતની આ બન્ને ટીમો પહેલી વખત યોજાનારા યુથ હૉકી 5s વર્લ્ડ કપ માટે પણ ક્વૉલિફાય થઈ છે. હૉકી ઇન્ડિયાએ યુથ મેન્સ ટીમના દરેક ખેલાડી માટે બે લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફના સભ્યો માટે એક લાખ રૂપિયાના પુરસ્કારની જાહેરાત કરી છે, જ્યારે યુથ વિમેન્સ ટીમની દરેક ખેલાડીને એક લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફના સભ્યોને ૫૦ હજાર રૂપિયા આપવામાં આવશે.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
