<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

વડોદરામાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું આગમન :23મીથી કોટંબી સ્ટેડિયમમાં ત્રણેય વનડે મેચ રમાશે

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે યોજાનારી ત્રણ વન-ડે મેચની સિરીઝ માટે ભારતીય મહિલા ક્રિકેટરોનું વડોદરા એરપોર્ટ પર સ્વાગત કરાયું

વડોદરામાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું આગમન થયું છે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે યોજાનારી ત્રણ વન-ડે મેચની સિરીઝ માટે ભારતીય મહિલા ક્રિકેટરો વડોદરા પહોંચી છે. વડોદરા એરપોર્ટ પર મહિલા ક્રિકેટરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આગામી 23, 25 અને 28 ઓક્ટોબરે કોટંબી સ્ટેડિયમ ખાતે ત્રણેય આંતરરાષ્ટ્રીય વન-ડે મેચ રમાશે.

 

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓ વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા હતા. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની ત્રણ મેચની વન-ડે સિરીઝ માટે ટીમ શહેરમાં આવી છે. મહિલા ક્રિકેટની આંતરરાષ્ટ્રીય મેચોને લઈને વડોદરાના ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

 

મેચતારીખસ્થળપ્રથમ ODI23 ઓક્ટોબર 2026કોટંબી સ્ટેડિયમબીજી ODI25 ઓક્ટોબર 2026કોટંબી સ્ટેડિયમત્રીજી ODI28 ઓક્ટોબર 2026કોટંબી સ્ટેડિયમ

 

આ સિરીઝમાં સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર, દીપ્તિ શર્મા અને યાસ્તિકા ભાટિયા જેવી જાણીતી મહિલા ક્રિકેટરો આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ખેલાડીઓને મેદાન પર રમતા જોવા માટે ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સુકતા છે.

 

વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટની ત્રણ મેચ રમાવાની હોવાથી ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતીય ટીમ અને ઝિમ્બાબ્વે વચ્ચેની આ સિરીઝમાં ક્રિકેટપ્રેમીઓને ત્રણ વન-ડે મેચનો રોમાંચ માણવાની તક મળશે.

(7:52 PM IST)