News of Friday, 18th September 2026
એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો દબદબોઃ ક્વાર્ટર ફાઇનલમાં
જાપાનને આસાનીથી રોંધીને સેમિફાઇનલમાં પ્રવેશ, હવે ફાઇનલમાં બાંગ્લાદેશ સામે ટકરાશે : જાપાન ૫૭ રનમાં ઓલઆઉટઃભારતે માત્ર ૩૦ બોલમાં ૮ વિકેટે વિજય મેળવ્યો

નિશિન (જાપાન): એશિયન ગેમ્સ ૨૦૨૬ની મહિલા ટી૨૦ ક્રિકેટ સ્પર્ધામાં પ્રબળ દાવેદાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પોતાના વિજયી અભિયાનની શાનદાર શરૂઆત કરી છે. રમત મહોત્સવના ચોથા ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે યજમાન જાપાનની ટીમને આસાનીથી ૮ વિકેટે હરાવીને સેમિફાઇનલની ટિકિટ કન્ફર્મ કરી લીધી છે. જાપાનના આઈચી પ્રિફેક્ચરના કોરોગી સ્પોર્ટ્સ પાર્ક ખાતે રમાયેલી આ એકતરફી મેચમાં ભારતીય મહિલા ટીમે વિરોધી ટીમને સંપૂર્ણપણે ઘૂંટણિયે પાડી દીધી હતી. હવે આગામી સેમિફાઇનલ મુકાબલામાં ગોલ્ડ મેડલ મેચની રેસ માટે ભારતનો સામનો બાંગ્લાદેશ સામે થશે.
ટોસ જીતીને પ્રથમ બોલિગ કરવાનો નિર્ણય લેતા ભારતીય બોલરોએ મેચની શરૂઆતથી જ દબાણ બનાવ્યું હતું. જાપાનની મહિલા ટીમ ભારતીય સ્પિનરોની શાર્પ બોલિગ સામે ટકી શકી નહોતી અને ૧૯.૫ ઓવરમાં ક્વાર્ટર ફાઈનલ જેવા મહત્ત્વના તબક્કે માત્ર ૫૭ રનના મામૂલી સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જાપાન તરફથી અયાકા કાટો સ્ટેફોર્ડે સૌથી વધુ ૨૫ રન બનાવ્યા હતા. ભારત વતી બોલિગમાં નલ્લાપુરેડ્ડી ચરાનીએ શાનદાર પ્રદર્શન કરતા ૪ ઓવરમાં બે મેડન સાથે માત્ર ૧૦ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. જ્યારે દીપ્તિ શર્માએ ૧૪ રનમાં ૧ વિકેટ અને શ્રેયંકા પાટિલે ૮ રન આપીને ૧ વિકેટ ઝડપીને જાપાની બેટિગ લાઇન-અપના છોતરા ઉડાડી દીધા હતા. વિજય માટે મળેલા ૫૮ રનના આસાન લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે આક્રમક શૈલી અપનાવી હતી. ઓપનર શેફાલી વર્માએ માત્ર ૧૫ બોલમાં ૬ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી આક્રમક ૪૦ રનની તોફાની ઇનિગ્સ રમીને જીતનો પાયો નાખ્યો હતો. ભારતની ટીમે માત્ર ૫ ઓવર એટલે કે ૩૦ બોલમાં ૨ વિકેટ ગુમાવીને ૫૯ રન બનાવી લીધા હતા અને ૮ વિકેટે ભવ્ય વિજય હાસિલ કર્યો હતો. રિચા ઘોષે ૬ બોલમાં ૧૨ રન બનાવી અણનમ રહીને ટીમની જીતમાં યોગદાન આપ્યું હતું. હવે ૨૦ સપ્ટેમ્બરે રમાનારી સેમિફાઇનલમાં ભારતનો સામનો બાંગ્લાદેશ સામે થશે, જેણે ચીન સામેની મેચ રદ થયા બાદ પોતાના ઉત્કૃષ્ટ સીડિગના આધારે સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
