News of Wednesday, 25th November 2026
ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતીયોની છલાંગ: બુમરાહ બીજા સ્થાને, ગિલ અને જયસ્વાલ ટોપ-10માં
બેટિંગમાં હેરી બ્રુક અને બોલિંગમાં મિશેલ સ્ટાર્ક નંબર-1 : ઋષભ પંત છઠ્ઠા ક્રમે પહોંચ્યો

નવી દિલ્હી: ICC એ બુધવારે નવીનતમ ટેસ્ટ બેટિંગ રેન્કિંગ જાહેર કર્યું. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમા, ભારતીય કેપ્ટન શુભમન ગિલ અને ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ બેટિંગ રેન્કિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. નવીનતમ ICC રેન્કિંગમાં, ઇંગ્લેન્ડનો હેરી બ્રુક પ્રથમ સ્થાને છે, જ્યારે ઇંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ બીજા સ્થાને છે. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમા એક સ્થાન આગળ વધીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ એક સ્થાન નીચે આવીને ચોથા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ પાંચમા સ્થાને છે. ભારતીય વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત એક સ્થાન આગળ વધીને છઠ્ઠા સ્થાને છે, અને ભારતીય કેપ્ટન શુભમન ગિલ ત્રણ સ્થાન આગળ વધીને સાતમા સ્થાને છે. ન્યૂઝીલેન્ડનો રચિન રવિન્દ્ર બે સ્થાન નીચે આવીને આઠમા સ્થાને છે. ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ પાંચ સ્થાન આગળ વધીને નવમા સ્થાને છે, અને અફઘાનિસ્તાનના કેપ્ટન રહેમત શાહ બે સ્થાન નીચે આવીને દસમા સ્થાને છે.દક્ષિણ આફ્રિકાનો રાયન રિકેલ્ટન 10 સ્થાન આગળ વધીને 16મા સ્થાને છે, અને ન્યૂઝીલેન્ડનો ગ્લેન ફિલિપ્સ 13 સ્થાન આગળ વધીને 17મા સ્થાને છે.ટોચના 10 બોલરોની રેન્કિંગમાં, ઓસ્ટ્રેલિયાનો ડાબોડી ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક પ્રથમ સ્થાને છે, ભારતના જસપ્રીત બુમરાહ ત્રણ સ્થાનના ફાયદા સાથે બીજા સ્થાને છે, અને ઇંગ્લેન્ડનો ઓલી રોબિન્સન બે સ્થાનના ફાયદા સાથે ત્રીજા સ્થાને છે. દક્ષિણ આફ્રિકાના માર્કો જેન્સન અને ન્યુઝીલેન્ડના મેટ હેનરી બે સ્થાનના ફાયદા સાથે અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને છે. દક્ષિણ આફ્રિકાના કાગીસો રબાડા બે સ્થાનના ફાયદા સાથે છઠ્ઠા સ્થાને, દક્ષિણ આફ્રિકાના શિમરોન હાર્મર સાતમા સ્થાને, ઓસ્ટ્રેલિયાના સ્કોટ બોલેન્ડ આઠમા સ્થાને, ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ નવમા સ્થાને અને ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડ દસમા સ્થાને છે.
(5:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
