હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ક્રિકેટ જગતમાં ભારતનો દબદબો: શુભમન ગિલ કારકિર્દીમાં ત્રીજી વખત બન્યો વન-ડેનો વર્લ્ડ નંબર-૧ બેટ્સમેન; ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશીએ T20 રેન્કિંગમાં લગાવ્યો ૨૩૦ સ્થાનનો વિશાળ કૂદકો
ઇંગ્લેન્ડ સામે શ્રેષ્ઠ પ્રદર્શન અને ડેરિલ મિશેલની ઈજાથી ગિલને મળ્યો તાજ: ઝિમ્બાબ્વે સામે ધમાકેદાર ઇનિંગ્સ રમીને વૈભવ સૂર્યવંશીએ સીધી ૪૮મા ક્રમે એન્ટ્રી મારી રોમાંચ સર્જ્યો

નવી દિલ્હી, તા.૨૯: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની વન-ડે (ODI) અને T20I પ્લેયર્સ રેન્કિંગમાં ભારતીય ક્રિકેટરોએ ધમાકેદાર પ્રદર્શન કરી વિશ્વ સ્તરે ભારતનો ડંકો વગાડ્યો છે. ૨૬ વર્ષીય ભારતીય કેપ્ટન શુભમન ગિલ પોતાની કારકિર્દીમાં ત્રીજી વખત વિશ્વનો નંબર-૧ વન-ડે બેટ્સમેન બન્યો છે. તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં ગિલે ફટકારેલા ૧૮૮ રન અને ન્યુઝીલેન્ડના ડેરિલ મિશેલની ઈજાને કારણે ગિલ ફરી એકવાર આઈસીસી રેન્કિંગના ટોચના સ્થાને બિરાજમાન થયો છે.
આ સાથે જ ટી૨૦ રેન્કિંગમાં ભારતની માત્ર ૧૫ વર્ષની યુવા સન્સની વૈભવ સૂર્યવંશીએ પોતાના પ્રદર્શનથી આખા ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચની T20I શ્રેણીમાં 'પ્લેયર ઓફ ધ સિરીઝ' બનેલા વૈભવે ૧૯૬.૧૦ ના વિસ્ફોટક સ્ટ્રાઇક રેટથી ૧૫૧ રન ઝૂડ્યા હતા. માત્ર છ આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો અનુભવ ધરાવતો આ યુવા બેટ્સમેન આઈસીસી ટી૨૦ રેન્કિંગ ટેબલમાં સીધો ૨૩૦ સ્થાનનો વિશાળ કૂદકો લગાવીને ૪૮મા સ્થાને પહોંચી ગયો છે. આ ઉપરાંત અન્ય ભારતીય બેટ્સમેનોમાં તિલક વર્મા બે સ્થાનના સુધારા સાથે છઠ્ઠા ક્રમે અને શ્રેયસ ઐયર સાત સ્થાન વધીને ૨૪મા ક્રમે પહોંચ્યા છે.
ટેસ્ટ અને વન-ડે રેન્કિંગમાં વૈશ્વિક ફેરફારો:
અન્ય દેશોના ખેલાડીઓની વાત કરીએ તો, પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં ૭ વિકેટ ઝડપનારા વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર જસ્ટિન ગ્રીવ્સે ૨૧ સ્થાનની છલાંગ લગાવીને ૪૮મું સ્થાન મેળવ્યું છે, જ્યારે જેડન સીલ્સ પાંચ સ્થાનના સુધારા સાથે ૨૪મા ક્રમે પહોંચ્યો છે. પાકિસ્તાનનો અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ અબ્બાસ ૯ સ્થાન વધીને ૧૭મા ક્રમે પહોંચી ૨૦૨૧ પછી પ્રથમ વખત ટોપ-૨૦ બોલરોમાં પુનરાગમન કરવામાં સફળ રહ્યો છે.
બેટ્સમેનોના રેન્કિંગમાં પાકિસ્તાનનો સ્ટાર બેટ્સમેન બાબર આઝમ અણનમ ૫૮ રનની ઇનિંગ્સના જોરે ૪ સ્થાન વધીને ૧૫મા સ્થાને પહોંચ્યો છે, જ્યારે શાન મસૂદ ૧૦૯ રનની ઇનિંગ્સથી ૮ સ્થાનોનો સુધારો કરીને ૩૬મા ક્રમે આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝના શાઈ હોપે ૯૨ રન બનાવીને પોતાની રેન્કિંગમાં સુધારો કરતા ૫૧મા સ્થાનેથી ૩૯મા સ્થાને પહોંચવામાં સફળતા મેળવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
