News of Friday, 24th July 2026
ઝિમ્બાબ્વે સામે ભારતનો ધમાકેદાર વિજયઃ વૈભવ સૂર્યવંશીનું તોફાન, માત્ર ૧૮ બોલમાં ફટકારી રૌદ્ર ફિફટી
લાંબા સમય બાદ ટીમ ઇન્ડિયાની જીતઃ કાલે સિરીઝ જીતવાની તક : બોલરોના શાનદાર પ્રદર્શન બાદ વૈભવના ઝંઝાવાતી અર્ધશતક અને ઈશાન-શ્રેયસની રમતથી ભારતે ૭ વિકેટે નોંધાવી આસાન જીત

નવી દિલ્હીઃ હરારે ખાતે રમાયેલી પ્રથમ T20 મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વે સામે એકતરફી અને શાનદાર વિજય હાંસલ કર્યો છે. બોલરોના ધારદાર પ્રદર્શન અને ત્યારબાદ ઉભરતા યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની તોફાની ફિફટીના જોરે ભારતે ઝિમ્બાબ્વેને ૭ વિકેટે ધૂળ ચાટતી કરી દીધી હતી.
મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિગ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમને ભારતીય બોલરોએ શરૂઆતથી જ ઝટકા આપ્યા હતા. ભારતીય પેસ એટેકે શાનદાર બોલિગ કરતા ઝિમ્બાબ્વેની ટોપ ઓર્ડર લાઇન-અપને વિખેરી નાખી હતી. ભારત તરફથી વાપસી કરી રહેલા મયંક યાદવે ઉત્કૃષ્ટ બોલિગ કરતા ૧૮ રનમાં ૨ વિકેટ અને પ્રિન્સ યાદવે ૧૯ રનમાં ૨ વિકેટ ઝડપી હતી. ભારતીય બોલરોની શિસ્તબદ્ધ બોલિગ સામે ઝિમ્બાબ્વેની ટીમ નિ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૭ વિકેટના ભોગે ૧૨૫ રન જ બનાવી શકી હતી.
૧૨૬ રનના આસાન લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે ૧૫ વર્ષીય ઓપનર વૈભવ સૂર્યવંશીએ તોફાન મચાવી દીધું હતું. વૈભવે વિરોધી બોલરો પર આક્રમક પ્રહાર કરતા માત્ર ૧૮ બોલમાં પોતાની તોફાની ફિફટી પૂરી કરી હતી. ૪ ચોગ્ગા અને ૪ આકાશી છગ્ગાથી સજ્જ તેની આ અદ્ભુત ઇનિગ્સના જોરે તેણે પુરુષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી નાની વયે અર્ધશતક ફટકારવાનો વિશ્વવિક્રમ પણ પોતાના નામે કર્યો હતો.
વૈભવ સૂર્યવંશી (૫૦ રન) આઉટ થયા બાદ ઇશાન કિશને ૩૫ રનની ઉપયોગી ઇનિગ્સ રમી હતી અને કેપ્ટન શ્રેયસ અય્યરે અણનમ ૨૮ રન બનાવીને ટીમ ઈન્ડિયાને જીતની પાર પહોંચાડી હતી. ભારતે માત્ર ૩ વિકેટ ગુમાવીને ૧૩.૨ ઓવરમાં (૪૦ બોલ બાકી રહેતા) ૧૨૬ રન બનાવી લીધા હતા અને ૩ મેચોની T20 શ્રેણીમાં ૧-૦થી સરસાઈ મેળવી લીધી હતી.
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
