તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th May 2026
IPL 2026 માં કેએલ રાહુલ 'ટેસ્ટ પ્લેયર'ની જૂની છબી તોડીને વિસ્ફોટક અંદાજમાં તરખાટ મચાવ્યો : નવો ઇતિહાસ રચ્યો
દિલ્હી કેપિટલ્સ માટે રમતા રાહુલે 185.83 ના સ્ટ્રાઈક રેટથી રનનો પહાડ સર્જ્યો:પંજાબ સામે 150 રન ફટકારી તે આઈપીએલ ઈતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય બન્યો

આઈપીએલ 2026 માં દિલ્હી કેપિટલ્સના ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલનું બેટ અત્યારે આગ ઓકી રહ્યું છે. આ સીઝનમાં રમાયેલી 9 મેચોમાં રાહુલે 185.83 ના વિસ્ફોટક સ્ટ્રાઈક રેટ સાથે 433 રન ફટકાર્યા છે. તે અત્યારે ઓરેન્જ કેપની રેસમાં બીજા ક્રમે છે, પરંતુ તેના રન કરતા પણ વધુ ચર્ચા તેના બદલાયેલા અંદાજની થઈ રહી છે.
તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં રાહુલે ખુલાસો કર્યો કે 10 વર્ષ પહેલા તેને માત્ર એક ટેસ્ટ પ્લેયર માનવામાં આવતો હતો. તેને ટી20 ટીમનો હિસ્સો બનવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. રાહુલે કહ્યું, "મારી પર વાઈટ બોલ પ્લેયર ન હોવાનો સિક્કો લાગી ગયો હતો. તે છબી તોડવી અને આજે આ મુકામ પર પહોંચવું તે મારા માટે ગર્વની વાત છે."
વર્ષ 2020 માં રાહુલે કહ્યું હતું કે 'સ્ટ્રાઈક રેટ ઓવરરેટેડ છે', જેના માટે તેની ટીકા થઈ હતી. પરંતુ 6 વર્ષ બાદ રાહુલે પોતાની ભૂલ સુધારી લીધી છે. પંજાબ સામેની મેચમાં તેણે 150 થી વધુ રન ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. તે આઈપીએલની એક ઈનિંગમાં 150 રન બનાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો છે.
સીઝન શરૂ થતા પહેલા ટીમ મેનેજમેન્ટ સાથે રાહુલની લાંબી ચર્ચા થઈ હતી. મેનેજમેન્ટે સ્પષ્ટ કર્યું હતું કે પાવરપ્લેમાં 10 રન પ્રતિ ઓવરની એવરેજથી રન જોઈએ. આ સ્પષ્ટતાને કારણે રાહુલને પોતાની બેટિંગ શૈલી બદલવામાં મદદ મળી. દિલ્હીને પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે રાહુલનું ફોર્મમાં રહેવું અત્યંત જરૂરી છે.
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
