તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Sunday, 24th May 2026
IPL 2026નું પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ :સીઝનમાં ટોપ 4 માટે મુકાબલો અંતે ખતમ : જાણો કઈ ટીમ કયા નંબરે અને કોની, કઈ ટીમ વચ્ચે મેચ રમાશે.
પોઇન્ટ ટેબલ જ્યાં વિરાટ કોહલીની આરસીબી ટોપ પર છે, જ્યારે રિયાન પરાગની રાજસ્થાન રોયલ્સ ચોથા નંબરે છે. હવે આ ચારેય ટીમ વચ્ચે 26 મેના રોજથી ખિતાબી મેચ જીતવા માટે છેલ્લી લડાઈ શરૂ થશે

IPL 2026નું પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. આ સીઝનમાં ટોપ 4 માટે ચાલી રહેલી જંગ આખરે ખતમ થઈ અને ચાર મહારથી ટીમ મળી ગઈ છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, ગુજરાત ટાઇટન્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સે પ્લેઓફની ટિકિટ મેળવી લીધી છે. પોઇન્ટ ટેબલ જ્યાં વિરાટ કોહલીની આરસીબી ટોપ પર છે, જ્યારે રિયાન પરાગની રાજસ્થાન રોયલ્સ ચોથા નંબરે છે. હવે આ ચારેય ટીમ વચ્ચે 26 મેના રોજથી ખિતાબી મેચ જીતવા માટે છેલ્લી લડાઈ શરૂ થશે. ત્યારે આવો જાણીએ કે, કઈ ટીમ કયા નંબરે છે અને કોની, કઈ ટીમ વચ્ચે મેચ રમાશે.
IPL 2026ના પ્લેઓફમાં પહોંચનારી ચારેય ટીમો હવે ફાઈનલ થઈ ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી 69મી મેચ પછી ટોપ-4 ટીમોની સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. રાજસ્થાન રોયલ્સે આ મેચ જીતીને 16 પોઈન્ટ મેળવ્યા અને પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર રહીને પ્લેઓફમાં જગ્યા બનાવનારી ચોથી ટીમ બની. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ પહેલેથી જ પ્લેઓફમાં પહોંચી ગઈ હતી. રાજસ્થાનની મુંબઈ સામે જીતથી પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સના પ્લેઓફમાં પહોંચવાનું સપનું તૂટી ગયું અને આ બંને ટીમો બહાર થઈ ગઈ.
IPL 2026ના નોકઆઉટ સ્ટેજનું શેડ્યૂલ ખૂબ જ રસપ્રદ છે. ટોપ-2માં રહેલી RCB અને ગુજરાત ટાઈટન્સને ફાઈનલમાં પહોંચવા માટે બે ચાન્સ મળશે, જ્યારે ત્રીજા અને ચોથા નંબરની ટીમો (SRH અને RR) માટે દરેક મેચ 'કરો કે મરો' જેવી હશે. RCBએ શાનદાર રમત બતાવી અને 14 મેચમાંથી 9 જીત અને 5 હાર સાથે 18 પોઈન્ટ મેળવ્યા. ગુજરાત ટાઈટન્સની પણ એવી જ સ્થિતિ રહી, પણ તેમની નેટ રન રેટ ઓછી હોવાથી તેઓ બીજા સ્થાન પર ફિનિશ કરી શક્યા. સનરાઈઝર્સ હૈદરાબાદે પણ 9 જીત સાથે 18 પોઈન્ટ મેળવ્યા અને રન રેટના આધારે ત્રીજા સ્થાન પર રહી. રાજસ્થાન રોયલ્સે 8 જીત સાથે ટોપ-4માં પોતાની જગ્યા પક્કી કરી
ક્વોલિફાયર 1 - રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ vs ગુજરાત ટાઈટન્સ: RCB અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે 26 May 2026 (મંગળવાર)ના રોજ પ્લેઓફનો પહેલી મેચ રમાશે, બંને ટીમો ક્વોલિફાયર-1માં સામસામે આવશે. મેચ સાંજે 7:30 વાગ્યે હિમાચલ પ્રદેશ ક્રિકેટ સ્ટેડિયમ, ધર્મશાલા ખાતે રમાશે. આ મેચ જીતનારી ટીમ સીધી ફાઈનલમાં જશે, જ્યારે હારનારી ટીમને ક્વોલિફાયર 2માં વધુ એક તક મળશે.
એલિમિનેટર - સનરાઈઝર્સ હૈદરાબાદ vs રાજસ્થાન રોયલ્સ: હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે એલિમિનેટર મેચ નક્કી થઈ છે. આ મેચ ક્વોલિફાયર-1ના બીજા દિવસે એટલે કે 27 Mayના રોજ સાંજે 7:30 વાગ્યે મુલ્લાંપુરમાં રમાશે. આ મેચ પછી ટૂર્નામેન્ટમાંથી એક ટીમ બહાર થઈ જશે, એટલે કે હારનારી ટીમની સફર અહીં જ પૂરી થઈ જશે. જીતનારી ટીમ ક્વોલિફાયર 2માં જશે, જ્યાં તેની મેચ ક્વોલિફાયર-1ની હારનારી ટીમ સાથે થશે.
ક્વોલિફાયર 2 અને ગ્રાન્ડ ફિનાલે: 29 મેના રોજ બીજી ક્વોલિફાયર રમાશે, જેમાં ક્વોલિફાયર-1માં હારનારી ટીમ અને એલિમિનેટર વિજેતા ટીમ ફાઈનલમાં પહોંચવા માટે ટક્કર આપશે. આ મેચ સાંજે 7:30 વાગ્યે મુલ્લાંપુરમાં શરૂ થશે. આ મેચ જીતનારી ટીમ ફાઈનલમાં પહોંચનારી બીજી ટીમ બનશે. ત્યારબાદ આવશે એ મહામુકાબલો (ગ્રાન્ડ ફિનાલે), જેની ફેન્સને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ક્વોલિફાયર 1ની વિજેતા અને ક્વોલિફાયર 2ની વિજેતા ટીમો 31 મેના રોજ ટાઈટલ મેચ રમશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે રમાશે. જીતનારી ટીમને IPL 2026ની ચમકતી ટ્રોફી મળશે.
(11:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
