તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
ત્રણ વર્ષ બાદ આઇપીએલ ઓક્શનની ભારતમાં વાપસી, ગોવામાં ખેલાડીઓની બોલી લાગશે
ડિસેમ્બરના મધ્યમાં મિની ઓક્શન યોજાશે, BCCI સચિવ દેવજીત સૈકિયાએ ગોવાને યજમાન બનાવવાની જાહેરાત કરી

નવી દિલ્હીઃ આઈપીએલના ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે. આઈપીએલ-૨૦૨૭ના ખેલાડીઓના મિની ઓક્શનને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ મોટું અપડેટ આપ્યું છે. બીસીસીઆઈ સચિવ દેવજીત સૈકિયાએ જાહેરાત કરી છે કે આ વખતે આઈપીએલ ઓક્શન ડિસેમ્બરમાં ગોવામાં યોજાશે. આ સાથે ત્રણ વર્ષ બાદ આઈપીએલ ઓક્શન ફરી ભારતની ધરતી પર પરત ફરશે.
છેલ્લા ત્રણ વર્ષમાં ઓક્શન વિદેશમાં યોજાયું હતું. ૨૦૨૪માં દુબઈ, ૨૦૨૫ના મેગા ઓક્શનમાં જેદ્દાહ અને ૨૦૨૬માં અબુધાબી યજમાન બન્યા હતા. હવે ૨૦૨૭ની સિઝન માટેની ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા ગોવામાં યોજાશે.
આ ઓક્શન મિની ઓક્શન હશે અને હાલના ૨૦૨૩-૨૭ ચક્રનું અંતિમ ખેલાડી ઓક્શન રહેશે. આઈપીએલ ચેરમેન અરુણ ધૂમલે જણાવ્યું છે કે ઓક્શન ડિસેમ્બરના મધ્યમાં, સંભવતઃ ૧૫થી ૧૬ ડિસેમ્બર દરમિયાન યોજાઈ શકે છે. જોકે ચોક્કસ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.
ગોવા નક્કી થતાં હવે તમામ ફ્રેન્ચાઈઝીની નજર ખેલાડીઓના રિટેન્શન, રિલીઝ અને ટ્રેડ પર રહેશે. મિની ઓક્શન હોવાથી ટીમો પોતાની હાલની ટીમમાં રહેલી ચોક્કસ ખામીઓ દૂર કરવા અને જરૂરી ખેલાડીઓ ઉમેરવા માટે વ્યૂહરચના બનાવશે. આઈપીએલ-૨૦૨૭ની ટીમોનું અંતિમ ચિત્ર ઓક્શન બાદ વધુ સ્પષ્ટ થશે
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
